બીલીમોરા: ઘઉં સગેવગે કરતા 3ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( સરકારી ઘઉં )

ઘઉં સગેવગે કરતા 3ની ધરપકડ
મરીન પોલીસે ધોલાઇથી સરકારી ઘઉં અને કાર મળી રૂ. 81 હજારનો મુદ્દામાલ કબજે લીધો

બીલીમોરા: મરીન પોલીસે ધોલાઈ ગામના ગણેશ ચોક ફળિયામાં છાપો મારી શંકાસ્પદ સરકારી ઘઉંના 19 કટ્ટા, વજનકાંટો અને મારૂતિવાન સાથે મહિલા સહિત ત્રણની અટક કરી હતી. તેઓને ગણદેવી મામલતદાર સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.આ અંગે મળતી માહિતી અનુસાર બીલીમોરા મરીન પોલીસ મથકના પીઆઈ ડી.કે. પટેલને ધોલાઈ ગામના ગણેશચોકમાં આવેલી કેબિન ઉપરથી અનાજનો જથ્થો સગેવગે થઈ રહ્યાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે ગણતરીની મિનિટમાં છાપો મારતા ધરમસિંહ બાબર ટંડેલની કેબિન પાસે મારૂતિવાન ઉભેલી હાલતમાં મળી આવી હતી. જ્યાં બે પુરૂષો અને એક સ્ત્રી કેબિનમાંથી અનાજની ગુણો મારૂતિમાં ભરતા જોવાયા હતા.

પોલીસે પૂછપરછ કરતા તેઓ અનાજ અંગે સંતોષકારક જવાબો કે દસ્તાવેજી પુરાવા આપી શક્યા ન હતા અને ગલ્લાતલ્લા કરતા સુશીલા શ્યામરાઈ ટંડેલ (ઉ.વ. 45, સાલાબેટ, ધોલાઈ), રાજુ સોના રામજી મેઘવાન (ઉ.વ. 35, નવી સ્કૂલ પાસે, ધોલાઈ) અને સિકંદર રામચંદ્ર ભગત (ઉ.વ. 45, થાલા કોલેજ નજીક, ચીખલી)ની અટક કરાઈ હતી. મારૂતિવાનમાંથી 10 ગુણી ઘઉં અને કેબિનમાંથી બીજી 9 ગુણી ઘઉંનું વજન કરતા 1109 કિલો કિંમત રૂ. 27725, વજનકાંટો રૂ. 3500 અને મારૂતિવાન (નં. જીજે-21-5694) કિંમત રૂ. 50 હજાર મળી રૂ. 81225નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.બીલીમોરા મરીન પોલીસે ત્રણ આરોપીને ગણદેવી મામલતદાર સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. સીઆરપીસીની 102 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..