• Gujarati News
  • Vegetable Dot Com Crop Requires Good Planning Latest News Navsari

નવસારી: શાકભાજી ડોટ કોમ માટે સારા પાકનું આયોજન જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાકભાજી ડોટ કોમ માટે સારા પાકનું આયોજન જરૂરી
ખેડૂતોને ગ્રાહકોની માંગ મુજબ સતત શાકભાજી ઉપલબ્ધ થતી રહે તેવા પાક મળી રહે તેવું અલગ માળખુ જરૂરી

નવસારી: છેલ્લા બે કૃષિ ભાસ્કરમાં આપણે ફાર્મ ફ્રેશ ટુ હોમ અેટલે કે શાકભાજી ડોટ કોમ અંગે કેટલીક વિગતો જાણી. જેમાં આપણે શાકભાજી ડોટ કોમ શરૂ કરવા માટે કેટલાક પરિબળોની ચર્ચા કરવા માટે મળેલી બેઠકમાં થયેલી ચર્ચાઓ અંગે વિગતો જાણી. આ ઉપરાંત શાકભાજી ડોટ કોમ અંગેના કેટલાક સબળા અને કેટલાક નબળા પાસાઓની જાણકારી મેળવી. હવે ખેડૂતોએ શાકભાજી ડોટ કોમ સાથે જોડાઈને કેવી રીતે કામ કરવું કે જેથી તેમની ઉપજ સારી ગુણવત્તાયુક્ત થાય અને તેનું વેચાણ સારી રીતે થઈ શકે તેની કેટલીક જાણકારી મેળવીએ કે જે ખેડૂતોને ઘણી ઉપયોગી સાબિત થશે.

આ અંગે માહિતી આપતાં નવસારી કૃષિ યુનિ.ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. સી.કે. ટિમ્બડિયા અને ડૉ. સી.કે. પટેલે માહિતી આપતાં જણાવ્યું કે શાકભાજી ડોટ કોમના મહત્વના પરિબળો પૈકી ઋતુ મુજબના શાકભાજીના પાકોના આયોજનમાં ખેડૂતો સાથે પથદર્શક તરીકે કેવિકે, નવસારી કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો કાર્ય કરશે. ખેડૂતોને ગ્રાહકોની માંગ મુજબ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા સતત શાકભાજી ઉપલબ્ધ થતી રહે તેવા પ્રકારના સારા અને ગુણવત્તાસભર પાકો ખેડૂતો સતત લેતા રહે તેવુ અલગ માળખુ તૈયાર કરવુ પડશે.

તેમણે કહ્યું કે જો કે આ પદ્ધતિ સતત કાર્યશીલ છે ,જ છતા ખેડૂતોને સારા બિયારણો, યોગ્ય પાક પાદ્ધતિ ઋતુ પ્રમાણે પાકોના આયોજન, પાક સંરક્ષણના સલામત ધોરણો, જૈવિક નિયંત્રણો વગેરેનો સમન્વય સાધી (એક હાઈજેનિક) શાકભાજી કે જેમાં દવાના ઝેરી માત્રાઓ એની સલામત કરક્ષાથી ઓછી માત્રાએ રહે. ટૂંકમા સજીવ કે કુદરતી ખેતીનો સહારો લેવો પડે. એવા પ્રયાસ કૃષિ યુનિ. સંલગ્ન કૃષિ નિષ્ણાતો સાથે ખેડૂતોએ સતત સંપર્ક રાખી તેમની ખેતી કરવાની પદ્ધતિ અને સારા શાકભાજી ગ્રાહકોને મળી રહે તે માટે સતત અપડેટ થતાં રહી ક્રિયાશીલ રહેવું પડશે.નવસારી કૃષિ યુનિ.ના આ બંને મહાનુભાવોએ અંતે કહ્યું કે આમેય કૃષિ યુનિવર્સિટી ખેડૂત પથદર્શક તરીકે કાર્યકરી જ રહી છે. એમા કોઈએ શંકાશીલ બનવાની જરૂર નથી.
ખેડૂતો માટે ફંડિંગ પણ એકત્ર કરી શકાશે
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી. કે. ટિમ્બડિયાએ એક મુલાકાતમાં જણાવ્યું કે ખેડૂતોના દૈનિક વેચાણના પે આઉટ પૈકી 10થી ર0 ટકા રકમ કે જે ખેડૂતો એપીએમસી કે તેમના વેચાણથી વધુ આશા રાખે છે. તે રકમ દર બિલ વખતે સીધા ચૂકવવાની નથી, પરંતુ એ રકમનું તમામ ખેડૂતનું અલગ ફંડ ઉભુ કરવુ અને સંકટ માટે ખેડૂત માટે એ ખૂબ ઉપયોગી બની શકે. ખેડૂતના દરરોજના વેચાણ થકી 10થી ર0 રકમ રીસ્ક ફંડમાં જમા કરવી અને ખેડૂતના વ્યક્તિતગત ખાતામાં એની નોંધ કરવી અને ચૂકવણી ખેડૂતને વર્ષના આખરે બોનસ સ્વરૂપે પણ આપી શકાય અથવા તો ઘણી વખત ખેડૂતો કુદરતી પાક લેવામાં નિષ્ફળ જતા હોય છે. આવા કટોકટીના સમયે આ પ્રકારનું રીસ્ક ફંડ ખેડૂતને ખૂબ જ ઉપયોગી થશે. આ માટે કેવિકે શાકભાજી ડોટ કોમ અને ખેડૂતોએ દરેક પાસાઓનું સંકલન કરી એમઓયુ કરવું જોઈએ .
..તો ખેડૂતો સફળતાના શિખરે
ખેડૂતો શાકભાજી ડોટ કોમ ગ્રાહકો અને તાંત્રિક માર્ગદર્શકો (કેવિકે, નકૃયુ ) સાથે મળી પરસ્પરની માંગ જરૂરિયાતને કાર્ય કરશે તો ઉત્તમ પ્રકારનું કાર્ય અને પરિણામ મળશે. સમાન ધ્યેય (વિકાસ) માટે કાર્ય કરનારાઓ સામંજસ્ય કેળવી એકબીજાના પૂરક બની ઘર્ષણ વિનાનું આયોજન કરે તો દરેકની શકિતનો વ્યય રોકી શકીશુ અને આપણા નવીનત્તમ આયોજનને નવો આપ આપી શીખરે પહોંચાડી શકીશુ. એમા બે મત નથી.
પ્રમાણિકતા પણ ઘણી જરૂરી
વેપારી પ્રમાણિકતાથી પુરુ જોખતો હોય, ભેળસેળ કરતો ના હોય, પોતાના હિતની માફક ગ્રાહકના, ખેડૂતના હિતને પણ મહત્વ આપી પરસ્પરના લેવડ દેવડમાં કદી વિશ્વાસભંગ ન થતો હોય, વસ્તુઓ ભેળસેળ વિનાની હશે તો એક નવા વિશ્વાસનો જન્મ થશે. આ આપણા સૌના નવા વિચારને એક મજબૂતાઈ આપી કાર્ય કરીશુ તો સફળતા સામેથી
દોડતી આવશે.
ખેડૂતોનું સંગઠન ઘણું જરૂરી
ખેડૂતો વિશાળ સંખ્યા અને અલગ અલગ સ્થળો, ગામ, શહેર, જિલ્લામાં પથરાયેલ છે. જેથી તેમના પરસ્પર સબંધ-ઓળખાણ તાલુકા-ગામ પુરતી મર્યાદિત રહી છે. ગમે તેવા અન્ય પરિબળોએ પણ ખેડૂતો સંગઠિત બની શકયા નથી. આમ ખેડૂતો સંગઠન વિહોણા છે. જયારે વેપારીઓ જૂજ સંખ્યામાં હોવા છતા સંગઠિત હોવાથી ધાર્યા કાર્યો, ભાવ વગેરેમાં એમનો હાથ હંમેશા ઉપર રહ્યો છે. ઉપરાંત ખેડૂત હંમેશ માટે જગતનો તાત બનીને એકદમ નિખાલશ ભોળો હોય છે. જેથી અનેક જગ્યાએ વેપારી ખેડૂત પાસે ભાઈ બનીને આવે છે અને બાપ બનીને જાય છે. જેથી આવા તબકકે કૃષિ યુનિવર્સિટીના માર્કેટીગ નિષ્ણાંતો , વિસ્તરણશાસ્ત્રીઓ યો્ગય ઉકેલ માટે માર્ગ શોધી શકે છે.