તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Two Teenagers Killed In Bike Crash Latest News In Navsari

ચીખલીના ટાંકલ ગામે અકસ્માતમાં બે બાઈકસવારનાં યુવાનોનું કરૂણ મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીના ટાંકલ ગામે અકસ્માતમાં બે બાઈકસવારનાં યુવાનોનું કરૂણ મોત
સુરતના ભેસ્તાનમાં રહેતા બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત
અજાણી ટ્રકે મોટર સાઇકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
નવસારી: ચીખલી તાલુકાના ટાંકલ ગામે ટાંકલથી રાનકૂવા જતા માર્ગ ઉપર એક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર એવા સુરત ભેસ્તાનના બે યુવકોના મોત નીપજ્યા હતા.મળતી માહિતી મુજબ સુરત ભેસ્તાન ખાતે રામનગર સોસાયટીમાં રહેતા રાકેશ અરૂણભાઈ કો.પટેલ (ઉ.વ.34) અને તેનો મિત્ર જીજ્ઞેશ મહેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.28) આજે લગ્નમાં જઈએ છીએ એમ કહી પોતાના ઘરેથી રાકેશભાઈ અરૂણભાઈ કો.પટેલની કરિઝમા બાઈક નં.જીજે-5-એફડી-7787 લઈને નીકળ્યા હતા. આ સમયે ચીખલી તાલુકાના ટાંકલ ગામ પાસે ટાંકલથી રાનકૂવા જતા માર્ગ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઈક ઉપર સવાર રાકેશ અરૂણભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે જીજ્ઞેશ મહેન્દ્ર ચૌહાણને શરીરે ગંભીર ઈજા થતા 108 દ્વારા સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરોએ જીજ્ઞેશ ચૌહાણને મૃત જાહેર કર્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા ચીખલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.હાલ તો પોલીસે મરનારના પરિવારના સભ્યની ફરિયાદ લઈ મરનારનું લાશનું ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી એફએસએલની મદદ લઈ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈસન્સના આધારે યુવકોની ઓળખ
આ અકસ્માતમાં મરનાર યુવકના ખિસ્સામાંથી ડ્રાઈવિંગ લાયસન્સના આધારે આ યુવકો સુરત ભેસ્તાનના રામનગર સોસાયટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા મૃતકના પરિવારજનો તાત્કાલિક ચીખલી રેફરેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. રાકેશ અરૂણભાઈ પટેલ બી.ઈ. ઈલેક્ટ્રીકનો અભ્યાસ કર્યો હોય અને ભેસ્તાન ખાતે આવેલ નવીન ફ્લોરિનમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું અને પરિવારમાં એકનો એક છોકરો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર ગુમાવતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો જીજ્ઞેશ ચૌહાણના લ્ગન થયા હોય અને તેને બે બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલ બંને યુવકો એકબીજાના સારા મિત્રો હોવાનું જાણવા મળ્યું છે.