તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંધલ નજીક ટાયર નીકળી જતાં બે ટેન્કર અથડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલકે કાબુ ગુમાવતા બંને ટેન્કર રસ્તાની બાજુમાં ઉતરી ગયા
૨૪ કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. ૮ એંધલ પાટીયા પાસે બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી.
બનાવની વિગત એવી છે કે ૧લી જુલાઈના રોજ એંધલ પાસે આવેલી એક હોટલમાંથી ચા-પાણી કરી ટેન્કર (નં. જીજે-૬-વાયવાય-૭૦૯૯) હાઈવે ઉપર આવતું હતું ત્યારે મુંબઈથી સુરત જતુ ટેન્કર (નં. એમએચ-૦૪-એબી-૧૧૨)નું અચાનક આગળનું ડાબી બાજુનુ વ્હિલ નીકળી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો.
આથી ટેન્કર બીજા ટેન્કરમાં ધડાકાભેર અથડાતા બંને ટેન્કર રોડની સાઈડ ઉપર નીચે ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં બંને ટેન્કરને સારુ એવું નુકસાન પહોંચ્યું હતું.