ડાંગ જિલ્લામાં વૃક્ષોની હરાજી બંધ કરાતા આદિવાસીઓને મુશ્કેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડાંગ જિલ્લામાં વૃક્ષોની હરાજી બંધ કરાતા આદિવાસીઓને મુશ્કેલી
- હરાજી ચાલુ રાખવાની માગ સાથે રાજ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત


ડાંગના આદિવાસીઓના માલિકિ હકના કાપવામાં આવતા દસ વૃક્ષ અંતર્ગત કરવામાં આવતી હરાજી અગામી યોજાનાર લોકસભા ચુંટણી-૨૦૧૪ની આચાંરસંહિ‌તાને લઇ વન વિભાગ દ્વારા હરાજી બંધ કરવામાં આવી છે. સ્થાનિક ડાંગના ધારાસભ્યે આ હરાજી ચાલુ રાખવામાં આવે તે માટે રાજય ચુંટણી કમિશનરને લેખિત રજૂઆત કરાઈ હતી.

ડાંગ જિલ્લામાં દર વર્ષે ડાંગના આદિવાસી ખેડૂત જમીન ખાતેદારોને તેમની માલીકી હક્કની જમીનમાંથી દસ વૃક્ષ સાગી અથવા ઇતર કાપવા માટેની મંજુરી સ્થાનિક વન વિભાગ દ્વારા સરકારના ધારાધોરણ અને નિતિ નિયમો મુજબ જે વૃક્ષ કાપી તેની જાહેર હરાજી કરવામાં આવતી હતી. વન વિભાગ દ્વારા હરાજીમાંથી ઉપજેલી રકમ જે તે ખેડૂત ખાતેદારોને ચુકવણી કરાય છે.

ચાલુ વર્ષે પણ ડાંગ વન વિભાગ દ્વારા મંજુર કરી કટીંગ કરવામાં આવેલા મોટાભાગના ખેડૂત ખાતેદારોના ખેડૂત દીઠ કુલ- દસ વૃક્ષ અંતર્ગત જે માલ (વૃક્ષ) જાહેર હરાજી માટે મુકવામાં આવેલા હતા, તે વૃક્ષ તેમજ તેના ઇમારતી જલાઉ લાકડાંની હરાજી માટે તા.૨૨-૦૨-૨૦૧૪ના રોજ જાહેર કરવામાં આવી હતી.

આ ઇમારતી જલાઉ લાકડાંની હરાજી તા.૧-૩-૨૦૧૪ ના રોજથી ડાંગના અલગ અલગ સ્થળે રાખવામાં આવી હતી, પરંતુ તા.પ-૩-૨૦૧૪ના રોજ અગામી યોજાનાર લોકસભાની ચુંટણી -૨૦૧૪નું જાહેરનામું પ્રસિદ્ધ થતાં અને તેની જાણકારી ડાંગ વન વિભાગને થતાં વન વિભાગે તા. ૬-૩-૨૦૧૪ની સાંજથી આ ઇમારતી જલાઉ લાકડાંની હરાજી લોકસભા ચૂંટણીની આચાર સંહિ‌તાને લઇને હરાજી બંધ કરવામાં આવી છે.

આ અંગે ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે રાજ્ય ચુંટણી કમિશનરને એક લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાંવાયું છે કે અગામી દિવસોમાં હોળીનો તહેવાર આવી રહેલ છે અને ડાંગના સ્થાનિક અતિ ગરીબ અને પછાત એવા આદિવાસીઓ આ હોળીના તહેવારને ધામધૂમથી ઉજવણી કરે છે અને તેઓ આર્થિ‌ક રીતે પણ ગરીબ હોય

આવા ખેડૂતો તેમની આર્થિ‌ક પરિસ્થિતી દુર કરવા તેમના જમીન માલીકી હક જે વૃક્ષ કાપી હરાજીમાં મુકવામાં આવેલ છે તેના પર મીટ માંડી રહ્યા છે ત્યારે વન વિભાગે જે લોકસભાની ચૂંટણીની આચાર સંહિ‌તાને લઇને હરાજી બંધ કરાઈ છે, જે હરાજી પુન: ચાલુ કરવામાં આવે તે માટે વન ખાતાને મંજૂરી આપવામાં આવે તે માટે માગ કરવામાં આવી છે.

આ હરાજી થયેથી આદિવાસીઓના તેમના હક્કના નાણાં સમયસર મળી શકે અને તેમના દર વર્ષે ઉજવતા હોળીના પર્વ સારી રીતે ઉજવણી કરી શકે અને ડાંગ દરબાર ના મેળાનો પણ લાભ લઇ શકે તેવી રજુઆત ડાંગના આદિવાસીઓ વતી સ્થાનિક ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે કરી હોવાનું જાંણવા મળ્યું છે.