વેકેશનમાં ઉભરાટ રોડ ઉપર વાહનોની કતાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓછા બંદોબસ્તના કારણે વાહન ચાલકોએ અંતે એક બીજા સાથે બાંયો ચઢાવે છે

સુરત શહેર, બારડોલી, નવસારી અને અન્ય વિસ્તારોમાં રહેતા લોકો હાલ વેકેશનના સમય દરમિયાન પોતાના કુટુંબકબીલા સાથે પિકનિક મનાવવા માટે ઉંભરાટ ખાતે દરિયાની સહેલગાહે ધામા નાંખતા જોવા મળે છે. તેઓ આવનજાવન કરવા માટે ટુ-વ્હિલ, થ્રી-વ્હિલ તેમજ ફોર વ્હિલ જેવા નાના મોટા વાહનોના સથવારે પહોંચતા દરિયા કિનારે તેમજ તેને લાગુ જગ્યા ઉપર પાર્કિંગ કરવા માટે વાહનોનો જમેલો જામી જતો હોવાથી ઓછો પોલીસ બંદોબસ્તના કારણે વાહન ચાલકોએ અંતે એક બીજા સાથે બાંયો પણ ચઢાવી લેવી પડે છે.

વેકેશનમાં દરિયા કિનારે સહેલાણીઓની વાહનો સાથે રોજબરોજ જનમેદનીથી મરોલી બજાર વિસ્તારમાં રેલ ફાટકની બંને બાજુઓ ઉપર દોઢથી બે કિ.મી. જેટલી લાંબી વાહનોની કતારોને કાબુમાં લેવા માટે જિલ્લાના પોલીસ વડા પાસે પુરતો પોલીસ કાફલો ન હોવાને કારણે વાહન ચાલકોએ એક બીજા સાથે સંઘર્ષમાં ઉતરવું પડતું હોય છે. આવી કફોડી પરિસ્થિતિમાં પોલીસ તૈનાત ન રહેતા કલાકોના કલાકો સુધી લોકો હેરાન-પરેશાન થઈ જતા જોવા મળે છે.

દરિયાકિનારે મૂકેલા સીસીટીવી કેમેરા પણ બંધ

હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. તેવા સમયે ઉભરાટના દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો આવે છે. તેવા સમયે ટ્રાફિની સમસ્યા તો રહે છે જ ત્યારે કોઇ ગુનો બને તો દરિયાકિનારે મૂકેલા સીસીટીવી કેમેરા ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. પ્બલિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ મૂકવામાં આવેલા કેમેરા આરંભે શૂરા બાદ કોઇ બંધ હાઇતમાં જ છે.

હાલમાં હજારોની સંખ્યામાં દરિયા ઉપર માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે ત્યારે પીપીપી દ્વારા જનરક્ષણાર્થે ગોઠેવેલા દરિયા કિનારા વિસ્તારના સી.સી. કેમેરા પણ છેલ્લા કેટલાક સમયથી ગાયબ થઈ ગયેલા હોવા છતાં પણ જિલ્લા પોલીસ તેની જાળવણી કરવામાં બેદરકારી દાખવી રહ્યાં છે.