તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરીમથક સાપુતારામાં સહેલાણીઓનો ધસારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાની મજા: ધુમ્મસીયુ વાતાવરણ રહેતા ઝરમર વરસાદની હેલી વચ્ચે આહલાદાયક વાતાવરણ, શનિ-રવિની રજામાં દક્ષિણ ગુજરાત સહિ‌ત અન્ય રાજ્યમાંથી મોટીસંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા
કુદરતી સૌંદર્યથી ફાટફાટ થતાં રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. સમગ્ર જિલ્લામાં વનદેવી લીલીછમ ઓઢણી ઓઢી હોય, ખળખળ વહેતા ઝરણા પ્રવાસીઓનું અભિવાદન કરતા હોય એવા આહલાદક વાતાવરણની અનુભૂતિ થાય છે.
ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસ અને દિવસભર ઝરમર વરસાદમાં શનિ-રવિની રજામાં દક્ષિણ ગુજરાત સહિ‌ત અન્ય રાજ્યમાંથી મોટીસંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા નાની-મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા નાની-મોટી હોટલો હાઉસફૂલના પાટીયા ઝૂલી રહ્યા હતા.
આગળ વાંચો, ધુમ્મસીયુ વાતાવરણ રહેતા ઝરમર વરસાદની હેલી વચ્ચે પ્રવાસીઓનો નૌકાવિહાર