હેરીટેજ માર્ગને પહોળો બનાવવા માગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓલપાડ તાલુકાના આ સાંકડા રસ્તાની રોડ સાઇડની બંને બાજુ મેટલ પેચવર્ક કરવામાં માંગ

ઓલપાડ તાલુકામા ગાંધીજીની દાંડી સુધી કુચ યાત્રાની સ્મૃતિને જીંવત રાખવા સાબરમતીથી દાંડી સુધીનાં માર્ગને દાંડીકુચ માર્ગ તરીકે જાણીતો હતો. વર્ષો પહેલા આ માર્ગને દાંડી હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાનુ જાહેર કરી નેશનલ હાઇવે નંબર ૨૨૮ના દરજ્જો આપ્યો હતો.

ઓલપાડ તાલુકામાંથી પસાર થતા દાંડી હેરીટેજ માર્ગ પેચ વર્ક કરવા વારંવારની રજુઆતો કરવા છતા આજ દિન સુધી નહી થતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગોલ ગામના પ્રભાતસિંહ ચૌહાણે આ બાબતે દાંડી હેરીટેજ માર્ગના અધિકારીઓને ગોલ ગામની હદ શરૂ થાય ત્યાથી હદ પૂરી થાય ત્યા સુધીના સાંકડા માર્ગને પહોળો કરવા તથા રોડની બન્ને બાજુની સાઇજડ ઉપર તાકીદે મેટલ પેચવર્ક કરવા રજુઆત કરી છે.

આ સાંકડો માર્ગ બન્યો ત્યારે પણ ગોલગામ પાસેના નાળાની બંને બાજુ આશરે પ૦ ફુટની ઉડી ઉપરના પુલની બન્ને બાજુના સાંધાઓ તુટી જતા ખાડાઓ પડી ગયા છે. જ્યારે ગોલગામ નજીકની સુપડીનુ લેવલ એકદમ નીચુ હોવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવાના કારણે ગામડા ખેડુતો ચોમાસામા સુપડી પાર કરી શકતા નથી. જેથી આ સુપડી તાકીદે ઉંચી કરવા રજૂઆત કરી છે.

આ માર્ગના ડામર રોડની બંને બાજુની ખાડીઓ ઉડી થઉ જવા સાથે જંગલી બાવળોના ઝૂડ વધી જવાથી માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અવર જવર કરતી વખતે મુશ્કેલી પડતી હોય છે જેમા વળી બે માટા વાહનો સામ સામે આવી જાય તો અકસ્માતનો ભય પણ સેવાઇ રહેલો છે જેથી તાકીદે સમસ્યા દુર કરવા રજૂઆત કરી છે.

..ને વાહન સીધું ખાડીમાં

ગોલ ગામેથી પસાર થતા હેરીટેજ દાંડી માર્ગ સાંકડા હોય તેમજ સાઇડ પરનુ પેચ વર્ક બરાબર ન હોવાથી જરા પણ વાહન સાઇડ પર ઉતારીએ તો સીધી ગાડી ખાડામા ઉતરી જાય તેમ છે. જેમા ખાસ કરીને રાત્રીના સમયે વાહન ચાલકોએ તકેદારી રાખવી પડે છે ત્યારે તંત્રએ આવી બાબતો પર દેખ રેખ રાખી યોગ્ય કામગીરી કરે તે જરૂર છે.’મનહરભાઇ પટેલ,સ્થાનિક રહીશ, ગોલ ગામ