• Gujarati News
  • The Drainage Water On The Way Of Big Market At Navsari

નવસારીના મોટાબજારમાં રવિવારે માર્ગ પર ડ્રેનેજનું પાણી રેલાતા રસ્તો લપસણો બન્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરનો કોમર્શિ‌યલ હાર્દ સમો વિસ્તાર મોટાબજાર છે. આજે રવિવાર હોય આ વિસ્તારની મહત્તમ દુકાનો બંધ હતી. પોલીસ ગેટથી ટાટા સ્કૂલ તરફ જતા માર્ગ નજીકની ડ્રેનેજ આજે સવારે ઉભરાતી હતી. અહીંની ડ્રેનેજનું ગંદુ ચીકાશવાળું પાણી નજીકના માર્ગ ઉપર રેલાયું હતું. ચીકાશવાળું પાણી માર્ગ ઉપર રેલાતા માર્ગ ચીકાશવાળો બની ગયો હતો, જેને લઈ સવારે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયાં હતા.

અનેક વાહનો આ માર્ગ ઉપરથી લપસ્યા હતા. લપસણાં માર્ગને ઠીક કરવા પાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડે સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી માર્ગને ચોખ્ખો કરવાની જહેમત ઉઠાવી હતી. થોડા સમય બાદ માર્ગ રાબેતા મુજબનો થયો હતો. માર્ગ જે રીતે ચીકાશવાળો થયો હતો તે જોતા ઓઈલ ઢોળાયું યા ડ્રેનેજમાંથી ઓઈલી ખાદ્યચીજો રેલાઈ તે બાબતે અટકળો થઈ હતી.

તસવીર : રાજેશ રાણા