તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજૂરોને લઈ જતો ટેમ્પોએ ધડાકાભેર મારી બે પલટી, ૩૨ દબાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડાંગના મજૂરોને લઈ જતો ટેમ્પો પલટતાં ૩૨ને ઈજા, ૧ મહિ‌લાનું મોત
- ટેમ્પોની સ્પીડ વધી જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને અચાનક જોરમાં બ્રેક મારતા ટેમ્પો ધડાકાભેર બે પલટી મારી


ડાંગ જિલ્લામાંથી મજૂરના કામ અર્થે મજૂરોને લઈ જતો ટેમ્પો બોર્ડર પરના મહારાષ્ટ્રની હદમાં બપોરના સમયે પલટી જતા ડાંગની એક આદિવાસી મહિ‌લા મજૂરનું મોત નિપજ્યું હતું.અકસ્માતમાં ૧૦ મજૂરોને ગંભીર ઈજા થતા તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બાવીસ મજૂરો આહવા સિવિલમાં સારવાર હેઠળ હોવાની વિગતો મળી રહી છે.

બનાવની વિગત મુજબ પીપલનેર મહારાષ્ટ્રનો પીકઅપ-૪૦૭ મહેન્દ્ર ટેમ્પો (નં.એમએચ-૪૧-સીટી-૮૨૧૧) ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીમાં આવેલ વિસ્તારના ગામડા જેમાં માળગા, ડુમર્યા, નકટયાહનવત, બદિનાગાવઠા, કેળના આદિવાસી મજૂરોને મહારાષ્ટ્રમાં મજૂરી કામ માટે લેવા આવ્યો હતો. જેમાં આ વિસ્તારના ૩૩ જેટલા આદિવાસી મહિ‌લા-પુરૂષ મજૂર કામ માટે ટેમ્પોમાં બેસી પીપલનેર (મહારાષ્ટ્ર) તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના પીપલનેર તા. સાકરી, જિ. ધુલીયા (મહારાષ્ટ્ર)ની હદમાં વડપાડાના ચાવલીપાડાની ઉતરતીમાં ટેમ્પો ચાલક કાશીનાથ પાન્ડેભાઈ ગવળી (રહે. કેડ, તા.આહવા, જિ. ડાંગ)થી ટેમ્પોની સ્પીડ વધી જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને અચાનક જોરમાં બ્રેક મારતા ટેમ્પો ધડાકાભેર બે પલટી મારી જતા તેમાં બેઠેલા મજૂરોમાંથી કેટલાકને ગંભીર તો કેટલાકને વત્તી ઓછી ઈજા થઈ હતી. તેઓને ૧૦૮ દ્વારા સુબીર-આહવા-શામગહાન તેમજ જે તે વાહનો દ્વારા સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દરમિયાન અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા પુનીબેન જાનાભાઈ ભોયે (ઉ.વ. ૪૨, રહે. કેળ)નું રસ્તામાં જ મોત થયું હતું. જ્યારે દસને ગંભીર ઈજા થતા તેઓ આહવા સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત તરફ રિફર કરાયાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બાવીસને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ બનાવ બાબતે ત્રિકમભાઈ છેતરાયભાઈ મહાલા (રહે. ડુમર્યા, જિ. ડાંગ)એ આહવા પોલીસ સ્ટેશને જાણ કરતા આહવા પોલીસને ઝીરો નંબરે ગુનો દાખલ કરી મહારાષ્ટ્ર પીપલનેર પોલીસ ચોકીને વધુ તપાસ માટે રવાના કરેલ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈજાગ્રસ્તોના કહેવા મુજબ ટેમ્પોની પૂરઝડપે બે-બેવાર ધડાકાભેર પલટી મારવા છતાં જેને રામ રાખે તેને કોણ ચાખે તેમ અમારા બધાની જાન બચવા પામી હતી.

- ઈજાગ્રસ્ત મજૂરોની યાદી

રમીલાબેન કમલેશભાઈ (ઉ.વ. ૧૩), ચિંતામણબાઈ બાબુરાવભાઈ માહલા (ઉ.વ. ૧૪), સેવંતીબેન ગુલબેભાઈ ચૌર્યા (ઉ.વ. ૩૨), રવન્દ્રિ‌ભાઈ તુકારામભાઈ ચૌર્યા (ઉ.વ. ૧૪), રાજેશ તુકારામભાઈ (ઉ.વ. ૨૧), વાળલુભાઈ બન્યાભાઈ ચૌર્યા (ઉ.વ. પ૨), અરૂણ ગુલાબભાઈ આહીર (ઉ.વ. ૧૩), મુરીબેન હીરામણભાઈ પવાર (ઉ.વ. ૪પ), મંગીબેન બોવાજેભાઈ સોનીસ (ઉ.વ. ૬૮), મનીષા હીરામણ પવાર (ઉ.વ. ૬), સુમિત્રાબેન શંકરભાઈ પવાર (ઉ.વ. ૨૩), પોવીબેન ગુલાબભાઈ આહીર (ઉ.વ. ૩પ), સુનિતા મોતીરામભાઈ પાડવી (ઉ.વ. ૧૬), મનિષા રામદાસ ગાંગડા (ઉ.વ. ૧૪), અંતીબેન સોમાભાઈ સોનવાણી (ઉ.વ. ૪૮), મહેશ માધુભાઈ ભોયે (ઉ.વ. ૧૪), અંતુબેન બાબુરાવ ગાંગડા (ઉ.વ. ૧૪), ઝીંગુબેન ચેતરામભાઈ માહલા (ઉ.વ. ૧૩), સુનિલભાઈ વાળલુભાઈ ચૌર્યા (ઉ.વ. ૧૪), કાજલ સખારામભાઈ ગવળી (ઉ.વ. ૧૩), સંગીતા તુળશ્યાભાઈ નિકમ (ઉ.વ. ૧પ), સાયત્રીબેન છોટેભાઈ ભોયે (ઉ.વ. ૨પ), અંજના મોતીરામભાઈ ચૌધરી (ઉ.વ. ૧૩), કાળુબેન તુળસીરામભાઈ ભોયે (ઉ.વ. ૪પ), જીગ્નેશ તુળસીરામભાઈ ભોયે (ઉ.વ. ૧૪), વનિતાબેન તુકારામભાઈ માહલા (ઉ.વ. ૧૩), બીબનબેન સોમાભાઈ ચૌધરી (ઉ.વ. ૧પ) સીતાબેન શંકરભાઈ ઠાકરે (ઉ.વ. પ૮), કાળઠેભાઈ સીતારામભાઈ મોળવીશ (ઉ.વ. પપ), ડોગર્યાભાઈ રત્નુભાઈ માળગા (ઉ.વ. પ૨), સોમાભાઈ જીવાભાઈ સોનવણે (ઉ.વ. પ૮) અને શ્રાવણભાઈ શંકરભાઈ ચૌર્યા (ઉ.વ. ૨૧)