સિઝન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડની ટીમ ચેમ્પિયન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજેતા ટીમને રૂપિયા ૧,૦૧,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો
ચીખલી કોલેજના માનદ્ મંત્રી દર્શનભાઈ દેસાઈ દ્વારા મોહનલાલ દેસાઈ ક્રિકેટ એકેડેમીની સ્થાપના કરીને નાઈટ ક્રિકેટ ટી-૨૦ ક્રિકેટ સિઝન ટુર્નામેન્ટ ચાર દિવસ ક્રિકેટરસિકોએ આનંદ માણ્યા બાદ ૨૯મી મેના રોજ ફાઈનલ મેચ માલવ એન્ડ કાવ્યા ઈલેવન, વલસાડ અને એસ.એન. વોરિયર્સ નવસારી સાથે ભારે ઉત્તેજના સાથે રમાયેલી મેચમાં માલવ એન્ડ કાવ્યા ઈલેવન વલસાડનો ૬૮ રને વિજય થયો હતો.
માલવ અને કાવ્યા ઈલેવન વલસાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે ૮ વિકેટ ગુમાવતા ૧પ૯ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા જીજ્ઞેશ ૩૭ રન, ભાવેશ બારીયા ૩૩ રન, તારીફ મુલ્લા ૨પ, અઝહર ૨૦ રન કર્યા હતા. એસ.એન.વોરિયર્સ નવસારી તરફથી બોલિંગમાં વિરલ ૩ વિકેટ, જયમીન ટેલરે ૨ વિકેટ મેળવી હતી. જેની સામે એસ.એન. વોરિયર્સ નવસારીની ટીમે ૧પ ઓવરમાં ૯૧ રન બનાવતા ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મોનિલ પટેલે ૩૧ રન અને ભાર્ગવ પટેલના ૨પ રન હતા. માલવ એન્ડ કાવ્યા ઈલેવન વલસાડ તરફથી તારીફ મુલ્લા પ વિકેટ, ભાવેશ (સ્વામી)ને ૩ વિકેટ મળી હતી.
આ પ્રસંગે ચીખલીના પીઆઈ કે.કે. દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ દેસાઈ, સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સલીમભાઈ પટેલ, માજી ધારાસભ્ય ભારતીબેન પટેલ, નરદેવભાઈ પટેલ, જયદેવભાઈ ડેર, સઈદભાઈ હજાત, પ્રેરણાગ્રુપના જયેશભાઈ દેસાઈ, શૈલેષભાઈ સુખડીયા, કામદાર નેતા આર.સી. પટેલ, દિનેશભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.
ફાઈનલ મેચમાં બેસ્ટ બેટસમેન મોનિલ પટેલ એસ.એન. વોરિયર્સ નવસારી, બેસ્ટ બોલર તારીફ મુલ્લા માલવ એન્ડ કાવ્યા ઈલેવન વલસાડ, બેસ્ટ ફિલ્ડર ભાવેશ બારીયા માલવ એન્ડ કાવ્યા ઈલેવન વલસાડ, મેન ઓફ ધ મેચ તારીફ મુલ્લા માલવ એન્ડ કાવ્યા ઈલેવન, મેન ઓફ ધ સિરિઝ રાજેશ પાંચાલ એસ.એન. વોરિયર્સ ઈનામ એનાયત થયા હતા. રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ. પ૧,૦૦૦નો ચેક ટ્રસ્ટી સલીમભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. ચેમ્પિયન ટ્રોફી તેમજ રૂ. ૧,૦૧,૦૦૦નો ચેક મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ દેસાઈ અને દર્શનભાઈ દેસાઈ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.