• Gujarati News
  • Robbery Case Met A Target Of Thieves In Kharel Latest News

એંધલ-દુવાડામાં થયલી ચોરીમાં ચોરોના વધુ નિશાન મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ખેતરમાંથી મળી આવેલ કાગળો અને પગના મોજા તથા બે રૂપિયાનો સિક્કો )
એંધલ-દુવાડામાં થયલી ચોરીમાં ચોરોના વધુ નિશાન મળ્યા
ચોરી કરનારાઓની 7થી 8 જણાંની ગેંગ હોવાની ચર્ચા
ખેતરમાંથી ડેરીના કાગળ તથા મશીન ખોલવાનું પાનુ મળી આવ્યું

ખારેલ: ગણદેવી તાલુકાના દુવાડા અને વાંગરી ફળિયા એંધલમાં 12મી નવેમ્બરના રોજ ત્રણ જગ્યાએ તાળા તોડી ચોરી થઈ હતી. જેમાં બે જગ્યાએ કંઈ મળ્યું ન હતું. જ્યારે દૂધ ઉત્પાદક મંડળીમાં રૂ. 4870ની ચોરી થઈ હતી. બાદમાં રાજેશભાઈ બી. પટેલના ફળિયામાં ચોરો હાથમાં ડંડા તથા બેટરીની મદદથી દરેક ઘરના દરવાજા ઉપર પ્રકાશ ફેંકતા હતા તેવામાં રાજેશભાઈ (રાજાભાઈ)એ ચોરોની આ હિલચાલની જાણ ગામના યુવાનોને ફોન ઉપર કરતા અને બધા ભેગા થાય તે પહેલા ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા. 14મીના રોજ એંધલ દુવાડા રોડ ઉપર આવેલ એંધલના મગનભાઈ ભગાભાઈ પટેલ જ્યારે ખેતરે આવ્યા ત્યારે ખેતરમાં કાગળો અને પગના મોજા જોતા ગામલોકોને જાણ કરતા દુવાડાના રાજેશભાઈ અને અન્ય લોકો આવી જોયું તો કાગળો દૂધ ડેરીના હોવાનું જણાયું હતું. આ ઉપરાંત આ જગ્યા ઉપર બે રૂપિયાનો સિક્કો તથા ડેરીમાં મશીન ખોલવાનું પાનું પણ મળી આવ્યું હતું. ખેતરમાં હાલમાં જ રોટરી મારેલી હોય ચોરોના અહીં બેસવાના નિશાન મળી આવ્યા હતા.

આ નિશાન જોતા ચોરોની ગેંગ 7થી 8ની હોવાનું મનાય છે. ચોરોને વાહન દુવાડા છોડી ગયું હશે અને પાછુ નહેરને રસ્તે આવ્યું હોવાનું મનાય છે. ચોરો ધર્મેશભાઈ પટેલના ઘરની પાછળની સિંચાઈની સબ માઈનોર થઈ મગનભાઈ પટેલના ખેતર સુધી આવ્યા હોવાનું મનાય છે. અગાઉ જ્યારે ડો. લલ્લુભાઈને ત્યાં ચોરી થઈ હતી ત્યારે પણ એક વાડીના બાજુના શેરડીના ખેતરમાંથી ચાદર મળી આવી હતી પરંતુ પોલીસે ત્યારે સાદી ફરિયાદ જ લીધી હતી. આ બનાવમાં રાજેશભાઈએ એફઆઈઆર નોંધાવતા હવે પોલીસ પણ કેવી કામગીરી કરે તે જોવું રહ્યું. આમ પણ ખારેલ પંથકમાં થયેલ ચોરીનો કોઈ ભેદ પોલીસ ઉકેલી શકી નથી.

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..