જેને વાંચનનું અંગ છે તેનામાં બધા દિવ્યગુણો આવે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીજીપ્રકાશસ્વામીનું સત્સંગ સભાને સંબોધન
સહનશીલતા, નમ્રતા, સરળતા, પ્રમાણિકતા જેવા ગુણો જીવનને શણગારે
જીવનને દિવ્ય ગુણોથી શણગારવા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનું શરણુ સ્વીકારી તેમની અનુવૃત્તિમાં રહીએ, તેમની દરેક આજ્ઞાનું બરાબર પાલન કરીએ અને નિત્ય સત્સંગ કરીએ. જેને વાંચનનું અંગ છે તેનામાં ઘણાં બધા દિવ્યગુણો આવે છે. સુખ-દુ:ખ, માન-અપમાનમાં સ્થિરતા, સહનશીલતા, નમ્રતા, સરળતા, પ્રમાણિકતા, કર્તવ્યનિષ્ઠા જેવા ગુણો માનવીના જીવનને શણગારે છે.
એ માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા દરેકે આપવી જ જોઈએ. સ્વભાવ દોષ ટળે, અસ્મિતા જળવાય, ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજાય તે માટે સત્સંગ આવશ્યક છે. ઉપરોક્ત શબ્દો નવસારી ગ્રીડ અ.પુ. સ્વામીનારાયણ મંદિરે વિશાળ સત્સંગ સભાને સંબોધતા કોઠારી પૂ. શ્રીજીપ્રકાશસ્વામીએ ઉચ્ચાર્યા હતા.
તેમણે કથામૃતનું રસપાન કરાવતા પ્રસંગો અને દૃષ્ટાંતો ટાંકી વાંચનની ટેવથી જીવનમાં થતા લાભો સમજાવ્યા હતા. ભગવાનના લીલાચરિત્રોની કથાવાર્તાથી અધ્યાત્મને માર્ગે આગળ વધી શકાય છે તેમજ જીવનમાં સાચા સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકાય છે તેમજ જીવનના ઘણાં બધા પ્રશ્નો ઉકલી જાય છે.
પ.ભ. જીતુભાઈ જેઠવાએ ભગવાન સ્વામીનારાયણ નીલકંઠ ચરિત્રનું પાન કરાવ્યું હતું. ચિત્રપટના માધ્યમથી સ્વામીબાપાના આર્શીવચનોથી તેમજ કરો કંકુના સંવાદથી શ્રાવકોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ધૂન, પ્રાર્થના, સ્તુતિગાન અને પૂ. પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય વિચરણના અહેવાલથી સત્સંગ સભાનો પ્રારંભ થયો હતો.