તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીચ જંગલ છતાં વાંસદામાં નવસારી કરતાં અડધો વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં ૨પ ઈંચ અને વાંસદામાં ૧૩ ઈંચ, ડાંગ જિલ્લામાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી

નવસારી જિલ્લાના તાલુકાઓમાં વર્તમાન ચોમાસામાં અસમાન અને આશ્ચર્યજનક વરસાદ પડયો છે. શહેરી વિસ્તાર નવસારી કરતા પહાડી જંગલાચ્છીદ વાંસદામાં અડધો જ વરસાદ હજુ સુધી નોંધાયો છે.ગત વર્ષે પણ કંઇ આવી જ પરિસ્થિતી જોવા મળી હતી. સામાન્યત: પર્વતીય અને જંગલવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડતો જોવા મળે છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો વાંસદા તાલુકામાં અન્ય તાલુકા કરતા વધુ વરસાદ પડતો જોવા મળ્યો છે. જોકે, વર્તમાન ચોમાસામાં હાલ સુધીમાં ઉલટી ગંગા વહી છે. શહેરી વિસ્તારની સામે વાંસદા જેવા જંગલીય વિસ્તારમાં ઓછો નહીં પરંતુ ખૂબ જ ઓછો વરસાદ પડયો છે.

આંકડાકીય વિગતો જોઈએ તો આજદીન સુધીમાં નવસારી શહેર-તાલુકામાં ૬૨૯ મિ.મી. (૨પ ઈંચ કરતા વધું) વરસાદ પડી ગયો છે. જેની સામે લીલાછમ જંગલીય વાંસદા તાલુકામાં માત્ર ૩૩૦ મિ.મી. (૧૩ ઈંચ કરતા વધુ) વરસાદ જ આજદિન સુધીમાં પડયો છે. વાંસદા ઉપરાંત અન્ય લીલાછમ વિસ્તાર ગણાતા ચીખલી તાલુકામાં પણ ૪૨૪ મિ.મી. (૧૭ ઇંચ) તથા ગણદેવીમાં ૪૯૭ મિ.મી. (૨૦ ઈંચ) વરસાદ જ હજુ પડયો છે. જલાલપોરમાં મોસમનો કુલ વરસાદ પ૮૭ મિ.મી. (૨૩.પ ઇંચ) પડ્યો છે.

નવસારીમાં બે દિવસથી વરસાદનો વિરામ

છેલ્લા બે દિવસથી નવસારી પંથકમાં વરસાદે મહદઅંશે વિરામ કર્યો છે. નવસારીમાં મંગળવારે વરસાદ પડયો ન હતો. બુધવારે પણ વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન સર્જા‍વા છતાં સવારથી સાંજ સુધીમાં વરસાદ પડયો ન હતો. બુધવારે દિવસે નવસારી-જલાલપોર ઉપરાંત અન્ય તાલુકામાં પણ વરસાદ નોંધાયો ન હતો. જોકે, ગત મંગળવારની રાત્રિએ વાંસદામાં ૧૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ડાંગમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી

મામલતદાર ઈ.ઓ.સી. ગાંધીનગરના તા.૦૩/૦૭/૨૦૧૩ ના વાયરલેસ મેસેજથી જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાકમાં હવામાન ખાતાની આગાહી અનુસાર ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

આહવા: ડાંગ જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં તારીખ ૦૩/૦૭/૨૦૧૩ના રોજ સવારે ૬ વાગ્યા સુધીમાં આહવા ખાતે ૭ મિ.મિ., સાપુતારા ખાતે ૧૬મિ.મિ. અને વઘઇ ખાતે ૧૨મિ.મિ. વરસાદ થયો હોવાનું ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવાયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાલુ વરસાદની સીઝનનો કુલ વરસાદ આહવા ખાતે ૩૦૩ મિ.મિ., સાપુતારા ખાતે ૨૯૬ મિ.મિ. અને વઘઇ ખાતે પ૩પ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતીના કામમાં જોતરાઇ ગયા છે. વ્તા. ૦૩/૦૭/૨૦૧૩ના રોજ સવારે ૬ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આહવા ખાતે પમિ.મિ.,અને સાપુતારા ખાતે ૨૬ મિ.મિ. વરસાદ હતો.