ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્ને નવસારી પાલિકા કચેરીએ મોરચો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવસારી રેલવે સ્ટેશનની પશ્વિમ વિસ્તારમાં આવેલા હીરામેન્સન વિસ્તારમાં ડ્રેનેજની ઘણાં સમયથી સમસ્યા
- આગામી દિવસોમાં અહીં મંદિરના પાટોત્વની ઉજવણી કરવામાં આવનાર હોય સમસ્યાનું નિરાકરણ લાવો
- આ સમયે અહીં પથી ૬ હજાર ભક્તો પ્રસાદીનો લાભ લેશે


નવસારીના હીરામેન્સન ચાલ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાના ઘણાં સમયના પ્રશ્ન બાબતે સ્થાનિકોનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો. આ અંગે મળતી માહિ‌તી મુજબ નવસારીના પ‌શ્ચિ‌મે આવેલા હીરામેન્સન ચાલ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. ખાસ કરીને સવારના સમયે સ્થાનિકો પાણીનો વધુ વપરાશ કરે છે ત્યારે સાંકડી ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે અને ઉભરાવાનું શરૂ થઈ જાય છે. લગભગ રોજિંદો આ પ્રશ્ન છે. આ પ્રશ્ને અવારનવાર રજૂઆતો કરાઈ છે. પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ લવાયું નથી. જેને લઈ આજે મંગળવારે બપોરબાદ હીરામેન્સન વિસ્તારના રહીશોનો એક નાનો મોરચો નવસારી નગરપાલિકા કચેરીએ જયંતીભાઈ બ્રહ્મભટ્ટ, રવન્દ્રિ‌ સાવંત વગેરેની આગેવાનીમાં પહોંચ્યો હતો.

નગરપાલિકા કચેરીએ જઈ ઈન્ચાર્જ ડ્રેનેજ અધિકારી આર.જે.પટેલને મળી રજૂઆતો કરી હતી. તેઓનું કહેવું હતું કે, હીરામેન્શનની ચાલ વિસ્તારના રહીશોને ગટર ઉભરાવાથી તકલીફો થાય છે, જે સહન કરતા આવેલા છે. આગામી તા.૨૧/૧૨/૧૩ના રોજ અહીંના સિદ્ધિ વિનાયક મંદિરના પાટોત્સવની ઉજવણી થનાર છે. જેમાં પાંચથી છ હજાર ભક્તો મહાપ્રસાદ લેશે અને પાણીનો વપરાશ પણ ઘણો થશે, અને ડ્રેનેજની સમસ્યા ઉભી થશે જ. જેને લઈ પ્રશ્નના કાયમી ઉકેલ માટે મોટી ગટરલાઈન નાંખવાની માગ કરી હતી.

આ ઉપરાંત પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે જરૂરી છે. વધુ પ્રમાણ પાણી વપરાય એટલે ડ્રેનેજ ઉભરાવાના કારણે કામકાજમાં પણ લોકોને મુશ્કેલી પડે છે. છાવારે ઉત્ભી થતી આ સમસ્યાનું નિરાકરણ આવે તે જ આ વિસ્તારના લોકોની માગ છે.હાલમાંજ સિદ્ધિ વિનાયક મંદિરનો પાટોત્સવ ઉજવાય તે પહેલાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરવામાં આવી છે.