તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડેમની નજીકના વિસ્તારોના લોકોએ વિસ્થાપિત થવાની આશંકાને લઇ સભા મળી
સરકાર દ્વારા પાર, તાપી અને નર્મદા નદી જોડાણ યોજના અંતર્ગત સાત ડેમ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આકાર પામનાર છે જેના પગલે નજીકના વિસ્તારોના લોકોએ વિસ્થાપિત થવાની આશંકાના પગલે વાંસદા તાલુકાના ચોરવણી ગામે ડેમના વિરોધમાં આદિવાસીઓની વિશાળ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત આદિવાસીઓએ જાન આપી દઈશું પરંતુ જમીન નહીં આપીએ અને લોકસભાની ચૂંટણી બહિષ્કારનો સંકલ્પ કર્યો હતો.
સરકાર દ્વારા વિકાસના નામે પાર, ઔરંગા, અંબિકા, મિંઢોળા, પૂર્ણા, તાપી, નર્મદા નદીને જોડતી યોજના બનાવી રહી છે જેને પાર, તાપી, નર્મદા નદી યોજનાનું નામ અપાયું છે.
આ યોજના પ્રમાણે મહારાષ્ટ્રમાં પાર નદી પર ઝરી ગામે ડેમ બનાવાશે ત્યારબાદ બનનારા ડેમ દક્ષિણ ગુજરાતમાં બંધાશે. આ યોજના સામે વિરોધ કરવા માટે લોકો ચોરવણી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકોએ સંકલ્પ કર્યો હતો જાન આપી દઈશું પરંતુ ડેમને બાંધવા નહીં દઈએ અને સાથે સાથે લોકસભાની ચૂંટણીનો બહિષ્કારનો પણ સંકલ્પ કર્યો હતો. આ સભામાં આદિવાસીઓના પ્રમુખ ડો. પંકજભાઈ પટેલ પણ પોતાના હજારો સમર્થકો સાથે રેલી કાઢી સભામાં જોડાયા હતા અને સરકારની આ યોજનાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ રીતે ડેમ બનાવવાનું આયોજન
આ ડેમ બનાવવા પાર નદી પર મોહના કાવચાલી ગામ નાર નદી પર પૈખેડે પાસે અને તાન (ઔરંગા) નદી પર ચાસમાંડવા ગામે ડેમ બંધાશે. ઉપરોક્ત ત્રણેય ડેમ વલસાડ જિલ્લામાં જ્યારે બાકીના ત્રણ ડેમો અંબિકા નદીના ચિક્કાર, ધબદર અને પૂર્ણા નદી પરના કેલવણ ડેમ ડાંગ જિલ્લામાં આવેલા છે. આ સાત ડેમ ઉપરાંત બીજા મોટા આડબંધ બાંધીને આ પાણી ઉકાઈ ડેમમાં નંખાશે અને ત્યાંથી પાણીને વડોદરા, ભરૂચ જિલ્લા લઈ સરદાર સરોવરની નહેરમાં છોડાશે અને ત્યાંથી સૌરાષ્ટ્ર, કચ્છમાં લઈ જવાનું આયોજનની વાત છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.