ધોલાઈની પ્રોટેકશન વોલ વિવાદમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોલાઈની પ્રોટેકશન વોલ વિવાદમાં

ધોલાઈ બંદરે ઘણીવાર મોટી ભરતી આવે ત્યારે ગામમાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને નુકસાન થાય છે. તેનાથી બચવા માટે પ્રોટેકશન વોલ બનાવવાની માંગણી થતા ગુજરાત સરકારની મંજૂરી બાદ રૂ. ૩ કરોડના ખર્ચે દિવાલ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે પરંતુ આ પ્રોટેકશન વોલ બની રહી હતી ત્યારે નકશા મુજબ નહીં બનતા એમાં ફેરફાર કરી બીજી દિશામાં આ પ્રોટેકશન વોલ બનાવવાનું ચાલુ કરતા લોકોમાં ચર્ચાનો વિષય બનયો છે કારણ કે આજુબાજુમાં બની રહેલા જિંગાના તળાવોને બચાવવા માટે આ પ્રોટેકશન વોલ બીજી બાજુ વળાંક આપી હોવાનું જાણવા મળ્યું છે.

ધોલાઈ બંદરમાં પૂર સંરક્ષણ દિવાલ નહીં હોવાને કારણે દરિયાઈ ભરતી સમયે પાણી ગામમાં ભરાવાથી જમીન તથા ઘરોને નુકસાન થઈ રહ્યું હોવાને કારણે ગ્રામજનોએ તે સમયના તે સમયના ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામપંચાયત ધોલાઈએ ગામના વડીલો, આગેવાનો, સરપંચની હાજરીમાં ૩/૧૦/૨૦૧૨ના રોજ રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. ડ્રેનેજ વિભાગ, નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીમાં પણ રજૂઆતો કર્યા બાદ દરિયાઈ ભરતીના પાણીને અટકાવવા માટે ગામની જૂની જેટીથી સ્મશાનભૂમિ સુધી અને તેને કવર કરી મેથીયા ફળિયા જતા રસ્તા સુધી પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી કરી હતી.

આ રજૂઆતો બાદ નિરીક્ષણ કરતા પૂર સંરક્ષણ દિવાલ બનાવવાનું જરૂરી જણાતા જૂની જેટીથી સ્મશાનભૂમિ સુધી અને મેથીયા ફળિયા જતા રસ્તા ઉપર આવેલી કોતર સુધી પૂર સંરક્ષણ દિવાલ માટે નકશા, અંદાજો તૈયાર કરી સરકારમાં દરખાસ્ત કરી ટેન્ડર મંજૂરી આપવામાં આવેલ અને આ કામનો વર્કઓર્ડર સુરતના મે. જ્યોતિ બિલ્ડર્સને તા. ૧૯/૧૧/૨૦૧૩ના રોજ અપાઇ છે જે કામ એજન્સી દ્વારા હાલમાં શરૂ કરેલ છે. આ કામના સ્થળે જિંગાના તળાવો બની રહ્યા છે.

જો તળાવ બનાવવાની કામગીરી બંધ કરાવવામાં નહીં આવે તો સંરક્ષણ દિવાલ બનાવી શકાય એમ નહીં હોવાથી આ તળાવો બનાવવાની કામગીરી બંધ કરાવવા માટે ના. કાર્યપાલક ઈજનેરે ડ્રેનેજ વિભાગે ધોલાઈ સરપંચને લેખિતમાં જણાવ્યું છે. મળતી માહિ‌તી મુજબ પૂર સંરક્ષણ દિવાલ જે રીતે બનાવવાની છે તેને બદલે વળાંક આપવાને બદલે જિંગાના તળાવોને બચાવવાના હેતુ સાથે સીધી જ કરતા વિવાદ ઉભો થયો છે. આ અંગે કાર્યપાલક ઈજનેર મહેતાનો સંપર્ક કરતા તેઓ ગાંધીનગર મિટિંગમાં હોવાનું જણાવ્યું હતું.