પહેલી મેની મુખ્યમંત્રીની મુલાકાત ટાણે દલિતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંબેડકર ભવન નિર્માણની અવગણના કરતા દલિતોએ મુખ્યમંત્રીની નવસારીની મુલાકાત ટાણે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની તૈયારી કરી છે. સૌરાષ્ટ્ર મેઘવાળ દલિત સમાજ સેવા મંડળ નવસારી દ્વારા જણાવાયું છે કે જિલ્લામાં પણ ડો. આંબેડકર ભવન નિર્માણ માટે નાણાંકીય જોગવાઈ થઈ છે. ગણદેવીના ધારાસભ્ય મંગુભાઈ પટેલ તથા હાલના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ આંબેડકર ભવન નિર્માણ માટે જગ્યાનું સૂચન કરેલ છે. મુખ્યમંત્રીને રજૂઆત કરાયા બાદ જમીન ફાળવવા પણ જણાવાયું હતું આમ છતાં કોઈક કારણોસર વહીવટીતંત્રે આ બાબતે કાર્યવાહી કરી નથી, નવસારી આવનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ આશ્ચર્યજનક કાર્યક્રમો અપાશે. આ માટેની જવાબદારી વહીવટીતંત્રની રહેશે.