અંજુમન હસ્તકની ઈમારત તોડી નવી બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( બીલીમોરામાં પારસી ટ્રસ્ટની મળેલી સભામાં હાજર રહેલા મહાનુભાવો )
અંજુમન હસ્તકની ઈમારત તોડી નવી બનાવાશે
બીલીમોરામાં પારસી ટ્રસ્ટની સભામાં લેવાયેલા મહત્વના નિર્ણયો

બીલીમોરા: બીલીમોરા પારસી અંજમુનના મેનેજિંગ ટ્રસ્ટી મરઝબાન બારીઆના નેજા હેઠળ આજે અંજુમનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં ટ્રસ્ટી તરીકે ધનજીશા નાદરશા અવારીની તા.17-11-2014એ ટ્રસ્ટી તરીકેની તેમની મુદ્દત પુરી થવાથી ફરી એક વખત તેમને અંજુમનના ટ્રસ્ટી તરીકે બિનહરીફ નિમણૂંક કરાતા તેને સૌએ વધાવી લીધી હતી. વધુમા એજન્ડાના કામોમાં મુખ્યત્વે અગિયારીની સામેની અંજુમન હસ્તકની ટીટીના બ્લેક્સની જર્જરિત ઈમારતને તોડી પાડી તેના સ્થાને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની રૂ.અંદાજિત એક કરોડના ખર્ચે બનનારી નવી બ્લિડિંગ માટે સભાસદોના મંતવ્યો પૂછાયા હતા જેમાં સૌએ અંજુમનને આ ઈમારત બનાવવા સંમતી આપી હતી.

પણ સભાસદોએ ટ્રસ્ટીઓને આ બ્લોક્સ બનાવ્યા પછી ખરેખર જેઓ જરૂરિયાતમંદો છે જેઓ ઉપર આકાશને નીચે ધરતીના સહારે જીવી રહ્યા છે તેવા જરૂરતમંદોને જ તેમા મકાનો ફાળવવા સૌએ ટ્રસ્ટીઓએ તાકીદ કરી હતી. જેમાં ટ્રસ્ટી મરઝબાન બારીઆએ હજી ચેરિટી કમિશનરની પરવાનગી લેવાની બાકી હોવાનું કહી ખરા જરૂરિયાતમંદને જ તેમાં મકાનોની ફાળવણી તેમના દ્વારા કરવામાં આવશે એવી સભાને તેમણે ખાતરી આપી હતી. સભામાં ઉપસ્થિત મેનેજિંગ ટ્રસ્ટી મરઝબાન બારીઆ, નૌસીર બધની, જીમી દાંડીવાલા બધાએ નિમણૂક પામેલા ટ્રસ્ટી ધનજીશા અવારીને આવકારી તેમનું ફૂલહાર કરી સન્માન કરાયું હતું.

કસ્ટોડીયનશીપ અંગે વાદ-વિવાદ
એજન્ડામાં ફેડરેશન ઓફ પારસીસ ઝોરાસ્ટ્રીયન એસો. ઓફ ઈન્ડિયાના કસ્ટોડઠીયનશીપ કરારના કામનો સભામાં ભારે વિવાદ થયો હતો. સભામાં તેની વિસ્તૃત જાણકારી ટ્રસ્ટીઓએ આપી હતી. જેમાં ડિફન્ટ અંજુમનની પણ જાણકારી અપાઈ હતી. પણ સભામાં ઉપસ્થિત બધા સભાસદોએ કસ્ટોડીયનશીપનો જોરદાર વિરોધ કરી તેમાં નહીં પડવાનો મત વ્યક્ત કરાયો હતો. જે પછી અંજુમને પણ કસ્ટોડીયનશીપના કરારમાં નહીં પડવા એક ઠરાવ કર્યો હતો.