રીંગણનો બજારભાવ સરેરાશ 20 રૂપિયે કિલો રહેવાની સંભાવના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીંગણનો બજારભાવ સરેરાશ 20 રૂપિયે કિલો રહેવાની સંભાવના
એગ્રો કોમોડીટી વોચ, શાકભાજીના ભાવોનુ સાપ્તાહિક પૃથ્થકરણ

નવસારી: નવસારી કૃષિ યુનિ.ના સેન્ટર ફોર રીસર્ચ ઇન એગ્રીકલ્ચરલ માર્કેટીંગ દ્વારા એવુ પૂર્વાનુમાન કરવામાં આવ્યુ હતુ કે સુરત એપીએમસીમાં નવેમ્બર મહિના દરમિયાન રીંગણનો ભાવ રૂ.16 થી 20 પ્રતિ કિલો રહેવાની શક્યતા છે. નવેમ્બર મહિનાની તારીખ 7 થી 13 દરમિયાન સુરત માર્કેટ યાર્ડમા રીંગણની કુલ આવક 145 ટન નોંધવામા આવી હતી જ્યારે રીંગણનો સરેરાશ ભાવ રૂ.21 પ્રતિકિલો નોંધવામા આવ્યો હતો. જ્યારે અંક્લેશ્વર માર્કેટ યાર્ડમા રીંગણનો ભાવ 81 ટકાના વધારા સાથે રૂ.27 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. ભરુચ માર્કેટ યાર્ડમા રીંગણનો ભાવ રૂ.16 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. બીલીમોરા માર્કેટ યાર્ડમા રીંગણનો ભાવ 16 ટકા ના વધારા સાથે રૂ.18 પ્રતિકિલો નોંધવામા આવ્યો હતો, વ્યારા માર્કેટ યાર્ડમા પણ રીંગણનો ભાવ 16 ટકાના ઘટાડા સાથે રૂ.13 પ્રતિકિલો નોંધવામા આવ્યો હતો.
ભીંડાનો ભાવ ~30 કિલોની સંભાવના
ભીંડાના ભાવ વિશે પૂર્વાનુમાન કરવામાં આવ્યુ હતુ કે સુરત એપીએમસીમાં નવેમ્બર, 2014 દરમિયાન સામાન્ય સંજોગોમાં A ગ્રેડના ભીંડાનો ભાવ રૂ.22 થી 26 પ્રતિ કિલો રહેવાની શક્યતા છે. નવેમ્બર મહિનાની તારીખ 7 થી 13 દરમિયાન સુરત માર્કેટ યાર્ડમા ભીંડાની કુલ આવક પાછલા સપ્તાહની સરખામણીમા 109 ટકાના વધારા સાથે 115 ટન નોંધવામા આવી હતી જ્યારે ભાવ રૂ.27 પ્રતિકિલો નોંધવામા આવ્યો હતો. બીલીમોરા માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ પાછલા સપ્તાહની સરખામણીમા 46 ટકાના વધારા સાથે રૂ.29 પ્રતિકિલો નોંધવામા આવ્યો હતો. જ્યારે અંક્લેશ્વર માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ 44 ટકાના વધારા સાથે રૂ.27 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. ભરુચ માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ 21 ટકાના વધારા સાથે રૂ.20 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. વ્યારા માર્કેટ યાર્ડમા પણ ભીંડાનો ભાવ રૂ.36 પ્રતિકિલો નોંધવામા આવ્યો હતો.