વિરાવળ નજીક પૂર્ણામાંથી ડીકંપોઝ લાશ મળી આવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીને અડીને આવેલા વિરાવળ ગામની હદમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પુલ નીચેથી ડીકંપોઝ જેવી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ગ્રામ્ય પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે ધસી જઈ અજાણ્યા યુવકની લાશને પાણીમાંથી બહાર કાઢી તેની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીને અડીને આવેલા વિરાવળ ગામે પૂર્ણા નદીમાંથી પુલ નીચે ડીકંપોઝ લાશ મળી આવી હતી. ગ્રામવાસીઓએ આ ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. યુવાનની લાશની ઓળખ મોડીસાંજ સુધી શક્ય બની ન હતી. અંદાજિત ૪૦ વર્ષીય યુવાન પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હોવાનો હાલ ગ્રામ્ય પોલીસ અંદાજ લગાવી રહી છે.

ભરતીના પાણીમાં આ લાશ વિરાવળ સુધી તણાઈ આવી હોવાનું પણ પોલીસ અનુમાન લગાવી રહી છે. ગ્રામ્ય પોલીસે મૃતદેહનું પી.એમ. કરવા નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે આ ઘટનાને લઈ વિરાવળ પુલ પાસે લોકોનું ટોળું થઈ ગયું હતું. થોડા સમય માટે પુલ ઉપર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જા‍ઈ હતી. જોકે પોલીસે ટ્રાફિક દૂર કર્યો હતો.