તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમરોલી નજીક અકસ્માતમાં અજાણ્યા વૃદ્ધનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમરોલીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા એક અજાણ્યા ઈસમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ શનિવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અમદાવાદ-મુંબઈ ટ્રેક પર મરૂન રંગની મારૂતિ વેગનઆર (નં. જીજે-પ-સીએન-૪૬૧૬)ના ચાલકે માર્ગ ઓળંગી રહેલા ૬૦થી ૬પ વર્ષના અજાણ્યા પુરૂષને અડફેટે લેતા આ અજાણ્યો પુરૂષ ગંભીર રીતે ઘવાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે બિપીન દલપત રાઠોડ (ઉ.વ. ૪૮, રહે. આલીપોર, માહ્યાવંશી મહોલ્લો, તા. ચીખલી)ની ફરિયાદના આધારે વેગનઆર કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી મરનારની લાશનું પીએમ સહિ‌તની તજવીજ હાથ ધરી હતી.