ખેલાડીના હ..તુ..તુ.. ના રણકારથી વાડી ગામ ગુંજ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉંમરપાડાના વાડી ગામે નૂતન વર્ષે રમત મહોત્સવમાં લાખો જેટલું માનવ મહેરામણ ઉમટી પડયું

ઉંમરપાડા તાલુકાના વાડી ગામે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ નૂતનવર્ષના દિવસે યોજાયેલા ખેલકૂદ સ્પર્ધાઓમાં સમગ્ર ગુજરાતમાંથી દોઢ લાખથી વધુ રમતપ્રેમીઓ ઉમટી પડયા હતાં. ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં સેવાની જ્યોત પ્રગટાવનાર સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ છેલ્લા ૨૬ વર્ષથી નૂતન વર્ષના પ્રવિત્ર અવસરે સમાજ ઉત્થાનના શુભ હેતુથી યુવાનોમાં રહેલા કલાકૌશલ્ય અને સષુપ્ત શક્તિઓને બહાર લાવવા રમોત્સવનું ભવ્ય આયોજન કરે છે. આ સાથે અર્ધઅપંગ ભાઈ-બહેનો અને વિધવા બહેનોને યથા યોગ્ય દાન અર્પણ કરે છે.

ચાલુ વર્ષે નૂતન વર્ષેના દિવસે અનેરા અવસરને માણવાવાડી ગામે સવારથી જ ભારે માનવ મહેરાણ ઉમટી પડયું હતું. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ દીપ પ્રાગટય કરી રમત મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા ૨૬ વર્ષથી આદિવાસી વિસ્તારમાં સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટે સેવાકીય પ્રવૃત્તિ સાથે સમાજમાં એકતા અને આત્મીયતા વધે તેવો રચનાત્મક અભિગમ અપનાવ્યો છે. તેમણે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના સેવા ભાવી યુવા ઉત્સાહી પ્રમુખ રીતેશભાઈ અમરસિંહ વસાવાની ટ્રસ્ટના સફળ સંચાલનની કાર્ય સિદ્ધિને બિરદાવી હતી. કબડ્ડી, ગોળાફેંક, બોલીબોલ વગેરે સ્પર્ધા શરૂ થતાં આગેવાનો રમત પ્રેમીઓ ઉત્સાહપૂર્વક સ્પર્ધાઓ નિહાળી હતી.

સમાજની સેવા સાથે સર્વાંગી વિકાસનો અભિગમ

સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ રીતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ મારફત સમાજના ધાર્મિ‌ક સમાજિક પરિવર્તન માટે વર્ષમાં૧૦૦ જેટલા સંત મેળાવડા યોજાઈ છે. ચાલુ વર્ષે સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્ર ઝંખવાવમાં દર્દીઓને બે ટાઈમ નિ:શુલ્ક ભોજન અને રૂપિયા પાંચ લાખની દવાઓ આપવામાં આવી છે. શિ૭ણ માટે પ્રાથમિક શાળાઓમાં ૧પ૦૦૦ નોટબુકનું વિદ્યાર્થીઓને વિતરણ કરાયું છે. ચાલુવર્ષે માંગરોળની કીમ નદી કાંઠા વિસ્તારના ગામોમાં પુર હોનારત સર્જા‍તા ટ્રસ્ટ મારફત ફૂડ પેકેટનું વિતરણ અસરગ્રસ્તે કેમ્પો શરૂ કરાયા હતાં.

ટ્રસ્ટ ગોદાન, સમૂહ લગ્નોત્સવ આરોગ્ય કેમ્પો, અન્ન દાન, વસ્ત્રદાન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિથી સેવા સાથે સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવી ટ્રસ્ટની નેમ છે. આજના રમત ઉત્સવમાં ટ્રસ્ટના સ્થાપક અમરસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું છે. જેમાં ગુજરાત- મહારાષ્ટ્ર, અમદાવાદ સુરત શહેરના ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓ ભાગ લીધો છે.