તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Mumbai Attack Victim Boat Fisherman Family Not Got Help

મુંબઈ એટેક :કુબેર બોટના માછીમારોના પરિવારોને હજુ સહાય બાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુબેર બોટમાં સવાર માછીમારોના પરિવારોનું કલેકટરને આવેદનપત્ર
ઉત્તરાખંડ અને કુબેર બોટની સહાયમાં બેવડી નીતિના કારણે નારાજગી
ભારતમાં આતંકી હુમલાનો સૌપ્રથમ ભોગ બનનારા નવસારી જિલ્લાના ત્રણ માછીમારોના પરિવારને ગુજરાત સરકાર તરફથી ત્રણેક વર્ષથી વધુનો સમય વિતવા છતાં યોગ્ય સહાય નહીં ચૂકવતા મૃતકોના પરિવારજનોને ભરણપોષણનો પ્રશ્ન સતાવી રહ્યો છે. મૃતકોના પરિવારને વહેલીતકે સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી માગણી સાથે મૃતકના પરિવાર તથા સેવાસંસ્થાના અધ્યક્ષ કનુભાઈ સુખડીયાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઘટતું કરવા અનુરોધ કર્યો છે.
મુંબઇમાં આતંકવાદી કાવતરાને અંજામ આપવા પૂર્વે આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે સૌપ્રથમ અરબીસમુદ્રમાં કુબેર બોટનો કબજે મેળવ્યો હતો અને એ બોટના ચાર ખલાસીઓ પૈકી જલાલપોર તાલુકાના વાસી (બોરસી) ગામના નટુભાઈ રાઠોડ, મુકેશ રાઠોડ તથા માછીવાડના બળવંત ટંડેલને મોતને ઘાટ ઉતારી દઈ મધદરિયે તેમની લાશ ફેંકી દીધી હતી. દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચીને કુબેર બોટના અમરસિંહની પણ હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ આતંકવાદીઓએ હુમલાને અંજામ આપ્યો હતો.
મધદરિયે મારીને ફેંકી દેવાયેલા ત્રણેય ખલાસીઓની લાશ નહીં મળતા ગુજરાત સરકારે તેમને મૃત જાહેર કર્યા નથી તો કેન્દ્ર સરકારે પણ તે બાબતને ધ્યાનમાં રાખી આતંકી હુમલાનો સૌપ્રથમ ભોગ બનનારાઓના પરિવારજનોને કોઈ પણ પ્રકારની સહાય આપી ન હતી.
બીજી તરફ ઉત્તરાખંડમાં વિજય બહુગુણાની સરકારે ઉત્તરાખંડમાં કુદરતી પ્રકોપનો ભોગ બનેલા યાત્રાળુઓ જેમનો કોઈ પત્તો નથી તેવી ભીતિને ધ્યાનમાં રાખી તેમની ૩૦ દિવસમાં માહિ‌તી ન મળે તો તમામને મૃત જાહેર કરી વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. ભારત સરકારે પાકિસ્તાનને જે પુરાવા મોકલ્યા હતા. તેમાં અજમલ કસાબે ત્રણ માછીમારોને મારીને ફેંકી દીધા હતા તે પુરાવો પણ હતો છતાં ગુજરાત સરકારે તે માન્ય ન રાખી મૃતકોના પરિવારને કોઈ વળતર નહીં ચૂકવતા તેમના પરિવારોએ ભરણપોષણ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
મજૂરી કરી પરિવારનું ગુજરાન
અત્રે ઉલ્લેખનીય છે કે નટુ રાઠોડની પત્ની ધર્મિ‌ષ્ઠા પતિનો સહારો છીનવાતા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવી તેમના બે બાળકો નીતિન (૮ વર્ષ) તથા અસ્મિતા (પ વર્ષ)નું ભરણ પોષણ કરી રહી છે. તો સુખાભાઈ રાઠોડની માતા લક્ષ્મીબેન પણ દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.