સાંસદની વિજલપોર મુલાકાત અગાઉ વધુ ૧૪ કોંગીના રાજીનામા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વધુ ૧૪ કોંગી હોદ્દેદારોએ રાજીનામા આપ્યા
કેન્દ્રના કેબિનેટ મંત્રી તુષાર ચૌધરીની સોમવારની મુલાકાત ટાંણે જ વિજલપોર કોંગ્રેસના વધુ ૧૪ હોદ્દેદારો અને તેમના ટેકેદારોએ રાજીનામા આપ્યા હતા. વિજલપોર પાલિકામાં રવિવારે રાજીનામાઆપનારા હોદ્દેદારોમાં વધુ ૧૪ નાના-મોટા હોદ્દેદારોનો વધારો થયો છે.
જે ૧૪ હોદ્દેદારોએ રવિવારે રાજીનામા પક્ષમાંથી આપ્યા તેમાં વોર્ડ નં.૧ સેવાદળનના અધ્યક્ષ જીતેન પટેલ, અન્ય ભાષી સેલ મંત્રી રાધેશ્યામ તિવારી, એનએસયુઆઈ ઉપપ્રમુખ રોહિ‌ત ટંડેલ, એનએસયુઆઈ કાર્યકર્તા જયનેશ વૈદ, એસસી સેલના ઉપપ્રમુખ દિનેશ સોલંકી, મહિ‌લા મોરચાના ઉપપ્રમુખ સ્વરૂપબેન ભાલેરાવ, વોર્ડ નં.૧૨ સેવાદળના અધ્યક્ષ દેવમન દુબે, સેવાદળના મહિ‌લા સંગઠક ટીનાબેન સખીવાલા, એનએસયુઆઈ ઉપપ્રમુખ શૈલેષ રાઠોડ, કોંગ્રેસના કારોબારી સભ્ય મનોજ વાઘેલા, એસટી સેલ ખજાનચી સતિષ નાયકા, બક્ષીપંચના ઉપપ્રમુખ રાજેશ પટેલ, યુવા ઉપપ્રમુખ વિજય પટેલ, શહેર મહિ‌લા મંત્રી કલાબેન જી. પટેલનો સમાવેશ થાય છે.
કોંગ્રેસમાં રાજીનામાનું બ્યુગલ ફૂકવાની આગેવાની શહેર કોંગ્રેસના ભૂતપૂર્વ મહામંત્રી સંદિપ દેસાઈએ લીધી છે, જેઓ હવે ભાજપમાં પણ જોડાયા છે. સોમવારે વિજલપોર ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી વિજલપોર આવનાર છે. તેઓ અહીં રોડ શો અને સભામાં ભાગ લેનાર છે ત્યારે જ વધુ ૧૪ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.