માલ્કી યોજના માત્ર ડાંગમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિ મહોત્સવના પ્રારંભમાં અપાયેલ જાણકારી
રંગ ઉપવન-આહવા ખાતે કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કિસાન રેલી, ટપક સિંચાઈ, સેન્દ્રિ‌ય ખાતરનો ઉપયોગ અને નેટ હાઉસની વિશેષ થીમ આધારીત કૃષિ મહોત્સવનું આયોજન જિલ્લા ખેતીવાડી વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાનેથી ડાંગ જિલ્લાના ખેડૂતોને આધુનિક પદ્ધતિના ઉપયોગથી મબલખ ખેત ઉત્પાદન મેળવીને સરકારની યોજનાને ફળીભૂત કરવા ઉપસ્થિત ખેડૂતોને આહ્વાન કયુ હતું.
ખેતીવાડી અધિકારી બી.બી.કાનડેએ જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવમાં ટપક સિંચાઈ પદ્ધતિને અપનાવવા માટે જી.જી.આર.સી.ના સહયોગથી ખેડૂતોને ૭પ ટકા સબસિડીનું મળશે. ખેડૂતો વધુ ને વધુ આ પદ્ધતિનો ઉપયોગ કરે તો પાણીની બચત થશે તેમજ ખૂબ જ ઓછા ખર્ચથી ગુણવત્તાયુક્ત ખેતી કરી શકાશે. મદદનીશ બાગાયત નિયામક નિકુંજ પટેલે નેટ હાઉસનો ઉપયોગ કરી ફુલો,શાકભાજીના ઉત્પાદનની માહિ‌તી આપી હતી.
જ્યારે કૃષિ યુનિવર્સિ‌ટીના તજજ્ઞોએ પાકોની માવજત, પાકોમાં ખાતરનો ઉપયોગ, જમીન સુધારણા માટે સોઈલ હેલ્થકાર્ડ જેવી અગત્યની રસપ્રદ માહિ‌તી આપી હતી. આત્મા પ્રોજેક્ટ ડાંગ દ્વારા પાઈનેપલની ખેતી માટે જીવાભાઈ હાટયાભાઈ દેસાઈ, યશવંતભાઈ બી.સહારેને ફણસીની ખેતી,બાપુભાઈ રાઉતને કારેલાની ખેતી તથા છગનભાઈ થોરાટને ભીંડાની ખેતી માટે રૂ.૧૦,૦૦૦ના ચેક અર્પણ કરાયા હતા તથા ખેતવાડીની-૪૦ કિટ, પશુપાલનની-૨૦ કિટ અને સેન્દ્રિ‌ય ખાતરના-૧૦ લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું હતું.
માલ્કી વાવેતર યોજના સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં ફકત ડાંગ જિલ્લામાં જ અમલમાં છે એમ જણાવતા નાયબ વન સંરક્ષક એન.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે એક હેકટરમાં ૨પ૦૦ સાગના વૃક્ષો ખેડૂતોએ વાવી અને ઉછેર કરવાના રહેશે. જેના નિભાવણી કરવા માટે દર મહિ‌ને ખેડૂતોને રૂા.પ૦૦૦ ૨૦ વર્ષ સુધી આપવાની યોજના વન વિભાગ દ્વારા અમલમાં છે. નાના ખેડૂતો ૨૮૦ વૃક્ષ વાવે અને બાકીના ફળાઉ વૃક્ષ ઉછેરે તેઓને રૂ.૧૦૦૦ દર મહિ‌ને આપવામાં આવશે. ૪૦ વર્ષ પછી કરોડો રૂપિયા ખેડૂતને મળી શકે છે.