મહાશિવરાત્રીનું પર્વ આત્મ-ચિંતનનું છે: બાબા સ્વામી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાશિવરાત્રીનું પર્વ આત્મ-ચિંતનનું છે: બાબા સ્વામી
- દાંડીમાં અષ્ટમ ગહન ધ્યાન અનુષ્ઠાન સમારોહ, સ્વામીજી દ્વારા લખાયેલા સંદેશાઓના સંકલનરૂપી પુસ્તિકાનું વિમોચન


મહાશિવરાત્રિના પાવન પર્વ પર સમર્પણ આશ્રમ, દાંડીમાંશિવકપાનંદ સ્વામીજી દ્વારા કરાયેલા અષ્ટમ ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણાહુતિ સમારોહ સંપન્ન થયો હતો. જેમાં દેશ-વિદેશમાંથી હજારો સાધકોએ સહર્ષ ભાગ લીધો. આ ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન મેલર્બોન, ઓસ્ટ્રેલિયામાં સ્થાપિત થનાર શ્રી મંગલમૂર્તિ‌ની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ.
સમારોહનો શુભારંભ સવારે પ.૩૦ વાગ્યે સામૂહિ‌ક ધ્યાનથી થયો. પૂજય ગુરુમાના કરકમળો દ્વારા આ ગહન ધ્યાન અનુષ્ઠાનમાં પરમ પૂજય સ્વામીજી દ્વારા લખાયેલા સંદેશાઓના સંકલનરૂપી પુસ્તિકા સદગુરુવાણીનું હિંદી, ગુજરાતી તથા અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં વિમોચન કરવામાં આવ્યું હતુ. પોતાના સંબોધનમાં પૂજય ગુરૂમાએ આ સંદેશાઓનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું કહ્યું કે આ સંદેશાઓ આત્માથી આત્મા સુધીના છે જે પ્રત્યેક આત્મા માટે છે તેમજ આ સંદેશાઓની ગહનતા સમજાવી.

સ્વામીજીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે મહાશિવરાત્રીનું પર્વ આત્મ-ચિંતનનું છે, કારણ કે આ દિવસે પ્રત્યેક વ્યક્તિ અંતર્મુખી હોય છે અને આપણી અંદર રહેલા શિવ સુધી પહોંચવાનું છે અને આ આઠસો વર્ષથી હિ‌માલયમાં જ્ઞાનરૂપી તપસ્યાને સમાજમાં આવ્યે આજે ૨૦ વર્ષ પૂર્ણ થયાં.