આજે સંસ્કૃતિના બંધ તૂટતા જાય છે : લોર્ડ ભીખુ પારેખ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં એક કાર્યક્રમમાં ભીખુભાઈએ હાજરી આપી

ભારતીય સંસ્કૃતિમાં સંસ્કાર વિસરાતા હલકાપણા આવવાને કારણે દેશમાં સંસ્કૃતિનો આત્મા હણાય રહ્યો છે. સંસ્કૃતિ એક બંધ સમાન છે જે દેશને દિશા બતાવવાનું કામ કરે છે. પરંતુ આજે સંસ્કૃતિ તેની લક્ષ્મણરેખા ઓળંગી રહી હોય એવું લાગી રહ્યું છે. યુવાનો સંસ્કૃતિનું જતન કરી સંસ્કાર જાળવી રાખે એ આજે જરૂરી બન્યું છે. આ શબ્દો નવસારીમાં આયોજિત દમણીયા સોની સમાજની વેબસાઈટના શુભારંભ પ્રસંગે પદ્મભુષણ લોર્ડ ડો.ભીખુભાઈ પારેખે જણાવ્યા હતા.

નવસારી ખાતે મોઢ ઘાંચી પંચની વાડીમાં ખીચોખીચ ભરેલા હોલમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોર્ડ ડો.ભીખુભાઈએ દેશમાં વોટબેંકની રાજનીતિ ઉપર વાત કરતા કહ્યું કે દેશમાં ૬પ ટકા યુવાધનની વાતો કરી રાજકારણીઓ હરખાય છે. પરંતુ આટલા બધા યુવાનોને તેમના વિચારો પ્રમાણે બધા -ત્રોના લોકો આકર્ષવાની કોશિશ કરશે.યુવાનોને નોકરી, ઉચ્ચશિણ અને અન્ય સુવિધા આપવાની વ્યવસ્થા કરવી પડશે.

પદ્મભુષણ સહિ‌ત ૧૩ જેટલા વિશષ્ટિ એર્વોડથી સન્માનિત લોર્ડ ડો.ભીખુભાઈ પારેખ વર્તમાન કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન મનમોહનસિંહની સલાહકાર સમિતિના સભ્ય પણ છે. તેમણે સંસ્કૃતિના પતનની વાત કરતા કહ્યું કે વિદેશોમાં મહાન કલાકારો જાહેરખબરોમાં આવતા નથી પણ આપણે ત્યાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જાહેરખબરમાં હોય છે. લંડનમાં શાહરૂખ ખાન સાથે મુલાકાત દરમિયાન તેમણે એને પૂછયું તો તેણે કહ્યું કે હું તમારી જેમ આદર્શવાદી નથી, હું આર્ટિ‌સ્ટ નહીં પણ એન્ટરનેટર છું.