તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં હેન્ડીક્રાફટની દુકાનમાં છેતરપિંડીથી દાગીનાની તફડંચી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવસારીમાં હેન્ડીક્રાફટની દુકાનમાં છેતરપિંડીથી દાગીનાની તફડંચી
- ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા ખરીદવાના બહાને મહિ‌લાને છેતરી ગયા


નવસારીમાં પાંચહાટડી વિસ્તારમાં ટાવર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલ હેન્ડીક્રાફટની દુકાનમાંથી રૂ. ૧,૬પ,૦૦૦ની કિંમતની સોનાની ચેઈન તથા બંગડી સહિ‌તની મત્તા તફડાવી મહિ‌લા દુકાન માલિકની નજર ચૂકવી બે ગઠિયા ફરાર થઈ જવાની ઘટના બની છે.

નવસારીમાં પાંચહાટડી વિસ્તારમાં રણછોડરાય હેન્ડીક્રાફટ નામની દુકાન આવેલી છે. ગોલવાડમાં કાલિકામાતાના મંદિર પાસે રહેતા માલતીબેન પંચધાતુ, મંદિરની મૂર્તિ‌ઓ તથા લાકડાના મંદિરોનો વેપાર કરે છે. રોજબરોજની માફક માલતીબેન રાણાએ ગુરૂવારે સવારે પોતાની દુકાન ખોલી હતી. તેઓ દુકાનમાં બેઠા હતા. તે દરમિયાન અજાણ્યો યુવાન દુકાનમાં આવ્યો હતો.

તેણે ગણપતિની મૂર્તિ‌ આપો તેમ કહેતા માલતીબેને તેને રૂ. ૭૨પની કિંમતની મૂર્તિ‌ બતાવી હતી. તેણે રૂ. ૧૦૦૦ની નોટ કાઢી હતી. એ વખતે તેણે પોતે જ્વેલરીની દુકાન ધરાવતો હોવાનું જણાવી બરકત માટે રૂ. ૧૦૦૦ની નોટ ઉપર કંઈક વજન મુકો તેમ જણાવ્યું હતું. જેથી માલતીબેન તેની વાતમાં આવી ગયા હતા અને તેમણે પહેરેલી ૩૦ ગ્રામ વજનની સોનાની બંગડી નંગ-૨ અને સોનાની ચેઈન દુકાનના લેટરપેડ ઉપર મુકી દીધી હતી.

અજાણ્યા યુવાને તે બંગડી, ચેઈન તથા રૂ. ૧૦૦૦ની નોટ સાથે પડીકુ વાળી દુકાનના ગલ્લામાં મુકી દેવા જણાવતા તે મુકી દીધુ હતું. એ વખતે બીજો એક યુવાન દુકાનમાં આવ્યો હતો. તેણે દુકાનમાં વેચાણ અર્થે રાખેલી ઘંટડીનો ભાવ પૂછયો હતો. માલતીબેને તેને ઘંટડી બતાવી હતી પરંતુ તેણે ઘંટડી ખરીદી ન હતી અને ચાલતી પકડી હતી. તેનાથી આગળ આવેલા યુવાને હું બાજુની દુકાનમાંથી કાપડ લઈ આવું છું તેમ કહીને ગયા બાદ તેનો ઘણો સમય સુધી રાહ જોવા છતાં તે આવ્યો ન હતો.

દરમિયાન માલતીબેને સોનાની ચેઈન તથા બંગડીવાળુ પડીકુ અંગેનો ખ્યાલ આવતા તેમણે દુકાનનો ગલ્લો ખોલી તપાસ કરતા રૂ. ૧૦૦૦ની નોટ, ચેઈન અને બંગડીવાળુ પડીકુ પણ ગાયબ થઈ જતા અજાણ્યા બંને ગઠિયાએ ગ્રાહકના સ્વાંગમાં રૂ. ૧,૬પ,૦૦૦ની કિંમતના દાગીનાની તફંડચી કરી ગયા હોવાની ફરિયાદ માલતીબેને ટાઉન પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો