ઈરાકના અસરગ્રસ્તોનું શુક્રવારે આવવાનું કેન્સલ થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈરાકના અસરગ્રસ્તોનું શુક્રવારે આવવાનું કેન્સલ થયું

ઈરાકમાં ગયેલા ૬પ વ્યક્તિઓમાંથી સાત જણાં આવ્યા પછી ૩૨ વ્યક્તિઓ શુક્રવારે ભારત પાછા આવનાર હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ તેમને ટિકિટ નહીં મળતા આવવાનું કેન્સલ થઈ ગયું છે. હવે કદાચ એક દિવસ મોડા આવે એવું જાણવા મળ્યું છે.

દક્ષિણ ગુજરાતમાંથી નોકરી માટે ઈરાક ગયેલા ૬પ વ્યક્તિઓની હાલત ત્યાં બદતર થઈ જતા નક્કી કર્યા મુજબ પગાર નહીં મળતા, ખાવાનું પણ વ્યવસ્થિત મળતું નહીં હોવાની ફરિયાદથી એમાંથી સાત વ્યક્તિઓ પાછા આવી ગયા હતા. બાદમાં તેમણે ત્યાંની તેમની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતા પરિવારજનો સહિ‌ત સૌ ચિંતામુ મુકાઈ જઈ સહીસલામત પાછા આવી જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. બીલીમોરા પોલીસમાં પાંચ એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ડુંગરીના એક એજન્ટ અલ્લારખુ શેખની ધરપકડ કરી છે જ્યારે બીજા ચાર એજન્ટોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધ નવસારી એલસીબી પોલીસ કરી રહી છે. આ એજન્ટો આગોતરા જામીન લેવા ગયા હોવાનું જાણવા મળ્યુ છે.

આ બધી ગતિવિધિ બાદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયને પરિસ્થિતિથી વાકેફ કર્યા બાદ ઈરાકની જે કંપનીમાં આ પ૮ વ્યક્તિઓ છે તે કંપનીનો સંપર્ક કરી જલદીથી આ તમામને ભારત લાવવાના પ્રયત્નો કર્યા છે. જેમાંથી ૩૨ વ્યક્તિઓ શુક્રવારે વતનમાં પાછા આવવાના સમાચાર મળતા એમના પરિવારજનોમાં આનંદ છવાયો હતો પરંતુ સાંજે પાછા સમાચાર મળ્યા કે ગ્રુપ બુકિંગમાં ટિકિટ નહીં મળતા શુક્રવારે આવવાનું કેન્સલ થતા ફરી પાછા પરિવારજનો ચિંતામાં મુકાયા છે કારણ ત્યાં ફોન સંપર્ક થતો નથી.