અંકલાછ- કાવડેજ ગામેથી ગેરકાયદે ખેર અને સાગી લાકડા ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે બનાવમાં ટેમ્પો સહિ‌ત ૮.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
વાંસદા વનવિભાગે બે બનાવમાં ગેરકાયદે વહન થતાં ખેર અને સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડયો હતો.
વાંસદા તાલુકાના અંકલાછ અને કાવડેજ ગામથી સાગી ચોરસા અને ખેરના લાકડા નીકળવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે તા.૩૦/પ/૧૩ના રોજ સવારે વાંસદા પ‌શ્ચિ‌મ વન વિભાગના આરએફઓ એન.એલ.રાઠોડ તથા ફોરેસ્ટર વી.એસ.પટેલ રાઉન્ડ ફોરેસ્ટર જામલીયા તેમજ આર.યુ.પટેલ, પિનાકીન ગૌસ્વામી, જે.ડી.પટેલ નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન ધરમપુર-વાંસદા રોડ ઉપર કાવડેજ ગામથી ટ્રકનો પીછો કર્યો હતો.
મીંઢાબારી ગામેથી જંગલચોરીના પાસ પરવાના વિનાની ખેર નંગ ૭૩ ઘનમીટર ૪.૨૦૨ ટાટા ટેમ્પો નં.એમએચ-૧૭-ટી-૬પ૨૮ની અટક કરી હતી. જેની કિંમત રૂ.૭૦,૦૦૦ તથા ટેમ્પોની અંદાજિત કિંમત રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૭૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્યારબાદ બીજી બાતમીના આધારે સવારે ૬.૩૦ કલાકે અંકલાછ ગામની વકાચીર વાડી ધરમપુર-વાંસદા રોડ ઉપરથી જંગલચોરીના સાગી ચોરસા નંગ ૨૯ ઘ.મી. ૦.૬૩૮ તથા સીસમ નંગ ૪ ઘ.મી. ૦.૧૬૭ પાસ પરવાના વગર લઈ જતા ટેમ્પો મહિ‌ન્દ્રા નં.જીજે-૧પ-વી-પપ૬૪ની અટક કરી હતી. જેની કિંમત રૂ.૧૭,૦૦૦ તથા ટેમ્પોની કિંમત રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૧૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને વાહનોના ડ્રાઈવર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. આ બંને વાહનોમાં કુલ ૮,૮૭,૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં તપાસ એન.એલ.રાઠોડ આરએફઓ વાંસદા પ‌શ્ચિ‌મ વનવિભાગ કરી રહ્યા છે.