તપોવનના પારણોત્સવ પ્રસંગે નવસારીમાં વિશાળ શોભાયાત્રા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષીતપના મહા તપોયજ્ઞ અંતર્ગત આજે રવિવારે નવસારીમાં તપસ્વીઓની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ઘોડાની બગી સાથે ૧૧૧ જેટલા વાહનો જોડાયા હતા. નવસારીમાં જૈન સમાજના વર્ષીતપ મહા તપોયજ્ઞનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. જે અંતર્ગત આજે રવિવારે શહેરમાં તપસ્વીઓની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. સવારે શહેરના શાંતાદેવી રોડ સ્થિત શાંતિનાથ જૈન દેરાસરથી શોભાયાત્રા નીકળી હતી. જે ફૂવારા, ટાવર, નગરપાલિકા કચેરી, ટાટા હોલ નજીકથી પસાર થઈ સંસ્કારભારતી હાઈસ્કૂલ ખાતે ગઈ હતી.

સંસ્કારભારતી ખાતે હસ્તીનાપુર નગરીનું નિર્માણ કરાયું છે. શોભાયાત્રામાં ૧૧૧ જેટલા વાહનો જોડાયા હતા. જેમાં ૨પ ઘોડાગાડીઓ પણ સામેલ હતી. શહેરના રાજમાર્ગ ઉપરથી સવારે પસાર થયેલ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં મોટીસંખ્યામાં જૈનો શોભાયાત્રામાં જોડાયા હતા.

મોટી સંખ્યામાં વાહનો શોભાયાત્રામાં સામેલ થયા હોય કેટલીક જગ્યાએ ટ્રાફિકની મુશ્કેલી પણ સર્જા‍ઈ હતી. આદિવાસી મંડળીઓ, રાસગરબાની મંડળીઓ, ઢોલ-બેન્ડની સુરાવલી પણ હતી. જૈન સમાજના હજારો લોકો શોભાયાત્રામાં તથા આ વર્ષીતપ મહા તપોયજ્ઞનાં કાર્યક્રમમાં જોડાયા હતા. ભગવાનના રથ પણ સામેલ થયા હતા. પારણોત્સવ અંતર્ગત ૧૩મીના રોજ સવારે ઇન્દુરસથી અભિષેક, બપોરે ૩ કલાકે સત્તરભેદી પૂજા સહિ‌તના કાર્યક્રમો છે.