નવસારી: વિસર્જનનું વાહન મળી ૧૨ ફૂટથી વધુની ઉંચાઈ ન રાખો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ચીખલીમાં તંત્ર અને ગણેશ મંડળના આયોજકોની બેઠક મળી હતી )

વિસર્જનનું વાહન મળી ૧૨ ફૂટથી વધુની ઉંચાઈ ન રાખો
ચીખલીમાં ગણેશ મહોત્સવને લઇ તંત્રની બેઠક


નવસારી: ચીખલી ગ્રામપંચાયતના હોલ ખાતે પ્રાંત અધિકારી ટી.કે.ડામોરની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ.ખેર, મામલતદાર, ચીખલીના સરપંચ જ્યોતિબેન કાયસ્થ, જીઈબીના અધિકારીઓ અને ગણેશ મંડળના આયોજકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચીખલી પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે જાહેરનામાને ધ્યાને રાખી પીઓપીની મૂર્તિ‌નો ઉપયોગ ન કરવો. ૯ ફૂટથી વધુ ઉંચાઈની ગણેશ પ્રતિમાનું સ્થાપન ન કરવું. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવી.

વિસર્જનના દિવસે ગણેશ મંડળો દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવી. ગણેશ પ્રતિમા અને વિસર્જનનું વાહન મળી ૧૨ ફૂટથી વધુની ઉંચાઈ ન હોવી જોઈએ જેની પૂરતી તકેદારી રાખવી. વિસર્જન કરવા જતી વેળાએ માર્ગ ઉપર કોઈને અડચણ ન પડે અને કોઈની લાગણી ન દુભાઈ તેની ખાસ કાળજી રાખવી જેવા સૂચનો પ્રાંત અધિકારી ચીખલી દ્વારા આપવામાં આવ્યા હતા. જે ઉપસ્થિત ગણેશ મંડળોના આયોજકોએ ધ્યાનપૂર્વક ભળવામાં આવ્યા હતા.