ઘર લેવા દહેજ પેટે પ લાખ માગતા પરિણીતાની ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં હીરામેન્શન ચાલની પરિણીતાને ત્રાસ આપી રૂ.પ લાખની દહેજની માગણી કરવા અંગેની સાસરિયાઓ વિરુદ્ધ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરી છે.
નવસારીમાં હીરામેન્શન ચાલમાં ગણપતિ બાપાના મંદિરની બાજુમાં રહેતા બીજલ ચંદ્રકાંત શીંદે સાથે વિજલપોરના સંભાજીનગરમાં રહેતા પાનાજી શખારામની દીકરી તેજસ્વીબેન સાથે ૨૯ એપ્રિલ ૨૦૧૩ના રોજ લગ્ન થયા હતા. લગ્નબાદ તેજસ્વીબેનને થોડા દિવસો પછી જ સાસરિયાઓનો કડવો અનુભવ થયો હતો. પતિ બિજલ શીંદે અવારનવાર મારઝૂડ કરવા લાગ્યો હતો. તો અન્ય સાસરિયાઓ પૈકી કલ્પેશભાઈ શીંદે, શ્રૃતિબેન શીંદે, બેલાબેન શીંદે વગેરે પણ અવારનવાર તેને ત્રાસ આપી હેરાન પરેશાન કરવા લાગ્યા હતા.
ઘર બાંધવા માટે સાસરિયાઓએ તેજસ્વી બેન પાસેથી રૂ.પ લાખની દહેજ પેટે માંગણી કરી હતી. અને જો દહેજ ન આપે તો જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હોવા સહિ‌તની ઉપરોક્ત બાબતની ફરિયાદ તેજસ્વીબેન શીંદેએ પોલીસ મથકમાં આપી હતી.