તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • First Class Journey Police And RPF Man Caught Without Ticket

ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતાં પોલીસ-RPFના જવાનો ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ-સુરત વચ્ચે ૬૪૪ ખુદાબક્ષો ઝડપાયાં : રૂ. ૧.૪૯ લાખનો દંડ વસુલ કરાયો
વડોદરા ડિવિઝનના ચીફ ટિકિટ ઈન્સ્પેકટરની ટીમ દ્વારા ભરૂચ- સુરત રેલવે સ્ટેશન વચ્ચે ચેકિંગ ડ્રાઈવ
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ચીફ ટિકિટ ઈન્સ્પેકટરની ટીમ દ્વારા ભરૂચ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે વગર ટિકિટે મુસાફરી કરતાં ખુદાબક્ષોને ઝડપી પાડવા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ત્રણ દિવસ ચાલેલી ચેકિંગ ડ્રાઈવમાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરતાં રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળના જવાનો પણ ઝડપાઇ ગયા હતાં. આ ઉપરાંત ૬૪૪ ખુદાબક્ષોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૧.૪૯ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
વડોદરા ડિવિઝનના સિનિયર ડીસીએમના માર્ગદર્શન હેઠળ ચીફ ટિકિટ ઈન્સ્પેકટર જશપાલસિંગની આગેવાનીમાં ટિકિટ ચેકર ૧૫ સભ્યોની ટીમ દ્વારા રેલવે સુરક્ષા દળના ૩ જવાનો સાથે ભરૂચથી સુરત વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ટ્રેનો તેમજ રેલવે સ્ટેશને બન્ને તરફ પસાર થતી એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોમાં ત્રણ દિવસથી ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કર્ણાવતી, અજમેર એક્સપ્રેસ તથા ઇન્ટરસિટી ટ્રેનમાં લગેજ તેમજ વિકલાંગ કોચ સહિતમાં વગર ટિકિટે મુસાફરી કરતા ૬૪૪ ખુદાબક્ષોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
ઝડપાયેલા ખુદાબક્ષો પાસેથી કુલ રૂ. ૧.૪૯ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ચીફ ટિકિટ ઇન્સપેક્ટરોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ચેકિંગ ડ્રાઇવના પગલે વગરટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
મુસાફરોમાં સૌથી વધુ પાસ હોલ્ડરો ઝડપાયાં
સુરત, કીમ તેમજ ભરૂચ રેલવે સ્ટેશન ઉપર કર્ણાવટી તેમજ ઇન્ટર સિટી ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન કુલ ૬૪૪ ખુદાબક્ષોને ઝડપી પાડી રૂ. ૧.૪૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સિઝન ટિકિટ ઉપર બિનઅધિકૃત રીતે મુસાફરી કરતાં પાસ હોલ્ડરોની સંખ્યા વધારે હોવાનું જણાઇ આવ્યું હતું. જેને પગલે આગામી દિવસોમાં પણ આવા પાસ હોલ્ડરોને ઝડપી પાડવા માટે ખાસ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
આગામી ત્રણ દિવસ સુધી અભિયાન ચાલશે
ભરૂચ અને સુરત વચ્ચે દોડતી ટ્રેનો તેમજ સ્ટેશનો ઉપર સઘન ચેકિંગ હાથ ધરી વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષોને ઝડપી પાડવાનું અભિયાન આગામી ૩, ૪ તેમજ ૫ તારીખે પણ જારી રખાશે.
જશપાલિંસગ, સીટીઆઈ