તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Farmers Expected To Good Harvest Mengo Farming Latest News In Amalsad

મોટીકરોડની આંબાવાડીમાં ઝુલતી કેરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટીકરોડની આંબાવાડીમાં ઝુલતી કેરી
બદલાતા હવામાનના કારણે ખેતીમાં નુકસાન પણ સાવચેતી જરૂરી હોવાનું જણાવતાં ખેડૂત
અમલસાડ: જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ નરેન્દ્રભાઈ પટેલ અ્ને રાજેન્દ્રભાઈ પટેલ તેમની આંબાવાડીમાં અત્યારે આમ્રમંજરી સારી જોવા મળી રહી છે. તેમજ તેમની આંબાવાડીમાં કેટલાક સ્થળે નાની કેરી (મરવા)પણ જોવા મળી રહી છે. આ વખતે પણ તેમને કેરીનો સારો પાક આ‌વવાની આશા આ ખેડૂતોને છે.ચાલુ વર્ષ દરમિયાન ધરતીપુત્રોને ખેતીક્ષેત્રે બદલાતા જતા હવામાનના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો વળી વર્ષમાં એકવાર આવતી કેરીની ખેતીમાં પણ નિરાશા ફેલાઈ રહી છે.

ચાલુ વર્ષ દરમિયાન જલાલપોર તાલુકાના મોટીકરોડ ગામના પ્રગતિશીલ ખેડૂત બેલડી અને માજી સરપંચ એવા નરેન્દ્ર (નવીનભાઈ) જીવણજી પટેલ અને રાજેન્દ્રભાઈ જીવણજી પટેલની આંબાવાડીમાં સોળેકળાએ આમ્રમંજરી સાથે સારુ એવું ફલીકરણ સાથે મરવા પણ આંબા ઉપર ઝુલી રહ્યા છે. બેલડી ભાઈઓની 20થી 25 વીઘા જેટલી આંબાવાડીમાં કેસર, દસેરી, તોતાપુરીના આમ્રમંજરી સાથે પુષ્કળ પ્રમાણમાં મરવા ઝુલી રહ્યા છે.
તેઓની આંબાવાડીમાં આશરે 5-7 વર્ષથી 60 વર્ષ કરતા પણ વધુ વર્ષના આંબાવાડીમાં વિવિધ જાતની કલમોનો બહોળો વિસ્તાર ફેલાયેલો છે. નરેન્દ્રભાઈએ આંબાવાડીમાં ડ્રીપ ઈરિગેશન તેમજ કલ્ટારનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૃષિ તજજ્ઞો પાસે પણ જરૂરિયાત મુજબ માર્ગદર્શન મેળવી આંબાવાડીમાં માવજત કરીએ છીએ. આંબાવાડીમાં જરૂરિયાત પ્રમાણે ટ્રેકટર દ્વારા સુપડી મારવો, જંતુનાશક દવાનો છંટકાવ તેમજ રાસાયણિક ખાતર, છાણિયું ખાતર વગેરેનો ઉપયોગ કરે છે. નરેન્દ્રભાઈ તથા રાજેન્દ્રભાઈ જરૂરી માર્ગદર્શન સાથે પોતાની કોઠાસૂઝ મુજબ ખેતીપાકોની માવજત કરતા આંબાવાડી તથા ચીકુપાકમાં આગવી ઓળખ ધરાવે છે. તેઓ દરેક ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે. ત્યારે સ્થાનિક ખેડૂતોએ આ ભાઈઓનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
ચીકુના પાકમાં પણ અગ્રેસર ખેડૂત બેલડી
નરેન્દ્રભાઈ ચીકુપાકમાં પણ અગ્રેસર છે. તેઓ અમલસાડ સ્થિત એપીએમસી માર્કેટ સબયાર્ડમાં હરાજી દ્વારા ખરીદાતા ચીકુમાં પાક આપે છે. તેમનો પાક પણ વર્ષ દરમિયાન ભાવોમાં સૌથી અગ્રતાક્રમે રહે છે. ચાલુ વર્ષે શરૂઆતમાં તેમના ચીકુના ભાવ 20 કિલોના રૂ. 1700 કરતા વધુ મળ્યાં હતા. તેમને હાલમાં 20 કિલોના રૂ. 800 નં. 1 ચીકુ તો વળી નં.2ના 20 કિલોના રૂ. 350થી 450 ભાવ આવે છે.