ઓલપાડ કોલેજમાં ચૂંટણી કામગીરીની સમીક્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણી સંદર્ભે મંગળવારે ઓલપાડની આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજમાં સુરત જિલ્લા અને ઓલપાડ તાલુકમાંથી ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અર્થે જોડાયેલા કર્મચારીઓ સવારેથી જ હાજર રહ્યાં હતા. તેઓ બુથ અનુસાર પોતાની ટીમ સાથે જોડાયા હતા. તેઓએ ચુંટણીલક્ષી સાધનો ઈવીએમ અને અન્ય સાહિ‌ત્ય સહિ‌તની સામગ્રી એકત્ર કરી કર્મચારીઓએ તેની ચકાસણી કરી હતી. દરમિયાન જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ ઉપસ્થિત રહી કામગીરી કરી રહેલા કર્મચારીઓ વચ્ચે પહોંચી તેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું.