વિજલપોર પાલિકા ૨ મહિ‌ના કમિટી ચેરમેન વિહોણી રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિજલપોર પાલિકા ૨ મહિ‌ના કમિટી ચેરમેન વિહોણી રહેશે

વિજલપોર પાલિકાની કમિટીઓની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવી કમિટીઓ નહીં નિમાતા હવે બે મહિ‌ના પાલિકા કમિટી વિહોણી રહેશે.વિજલપોર નગરપાલિકાની ગત ફેબ્રુઆરી ૨૦૧૩માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી હતી. ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ માર્ચ-૨૦૧૩માં પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન તથા સભ્યોની વરણી સાથે સમિતિઓ એક વર્ષની મુદત માટે રચાઈ હતી.

૧૩મી માર્ચના રોજ ગત વરસે રચાયેલી સમિતિઓને એક વર્ષ પૂર્ણ થતા મુદત પૂર્ણ થઈ ગઈ છે. મુદત પૂર્ણ થઈ ગઈ પરંતુ આગામી એક વર્ષ માટે નવી સમિતિઓની વરણી કરાઈ ન હતી. પમી માર્ચના રોજ ચૂંટણી આચારસંહિ‌તા અમલી બની તે અગાઉના કેટલાક દિવસો દરમિયાન પાલિકા વર્તુળમાં નવી સમિતિઓની વરણી કરવા બાબતે ઘમ્મરવલોણુ ચાલ્યું હતું. જોકે ખાસ સભા બોલાવી નવી સમિતિ બનાવી શકાઈ ન હતી. હવે ચૂંટણી આચારસંહિ‌તા અમલી બની ગઈ હોય આગામી બે-સવા બે મહિ‌ના સુધી નવી સમિતિઓની વરણી કરી શકાય એમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો આગામી બે-સવા બે મહિ‌ના સુધી વિજલપોર નગરપાલિકા સમિતિવિહોણી રહેશે.

કોઈ ફરક ન પડે
ચૂંટણી આચારસંહિ‌તા અમલી બની ગઈ હોય આગામી બે મહિ‌ના જેટલો સમય વિજલપોર પાલિકા સમિતિવિહોણી રહેશે. જોકે પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ હાલ લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી આચારસંહિ‌તા અમલી હોય સમિતિ હોય કે ન હોય કોઈ જ ફરક પડતો નથી. એનું કારણ એ છે કે જો સમિતિઓનું ગઠન પણ થઈ ગયું હોય અને સમિતિ અસ્તિત્વમાં પણ હોય છતાં આ આચારસંહિ‌તાના સમયગાળા દરમિયાન કોઈ જ મહત્ત્વના નીતિવિષયક નિર્ણય લઈ શકે એમ નથી.