તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉંભરાટના દરિયાકાંઠે ભરતીમાં બગીચાની દિવાલ તૂટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉભરાટના દરિયાની ભરતીના પાણી ઘૂસી જતા હાલમાં બનાવેલો બગીચો વેરાન થઈ ગયો
ઉંભરાટના દરિયાકાંઠે તૈયાર કરવામાં આવેલા બગીચાની દિવાલ દરિયાની ભરતીમાં જ તૂટી જતા બગીચાની રોનક પણ છીનવાઈ ગઈ છે. દિવાલ તૂટી જતા બગીચામાં ઉછેરવામાં આવેલા છોડ પણ વેરવિખેર થઈ જતા બગીચાને ભારે નુકશાન પહોંચ્યું છે.
ઉભરાટના દરિયા કિનારા ઉપર લોકોના આકર્ષણ માટે એક બગીચો બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ આ બગીચો વહીવટી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. બગીચામાં નાના નાના રંગીન છોડ ઉગાડવામાં આવ્યા હતા. જેના કારણે સહેલાણીઓ માટે બગીચો આકર્ષણરૂપ બન્યો હતો. જોકે, તાજેતરમાં જ દરિયામાં ભરતી આવતા દરિયાના પાણી ઉભરાટ ગામના કિનારા સુધી પહોંચી ગયા હતા. આ ભરતીનું પાણી કાંઠા ઉપર બનાવેલા બગીચામાં પણ ઘૂસી ગયા હતા અને બગીચાને દિવાલને નુકશાન પહોંચાડયું હતું.
બગીચાની ફરતે બનાવેલી દિવાલ ભરતીમાં નેસ્તનામુદ થઈ ગઈ હતી, તો બગીચાના છોડને પણ નુકશાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતીઓ ઉંભરાટના દરિયા કાંઠે મોટી સંખ્યામાં સહેલગાહે આવે છે ત્યારે લોકોના આકર્ષણ માટે બનાવાયેલા બગીચામાં પણ દરિયાની ભરતીના પાણી ઘૂસી જતા બગીચો વેરાન થઈ ગયો હતો. આ બગીચાની દિવાલ પુન: બનાવી બગીચાની રોનક પાછી લાવવા વહીવટી વિભાગ આગળ આવે એવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે.
સંરક્ષણ દિવાલની જરૂર
ભરતીને કારણે કાંઠા ઉપર બનાવેલ બગીચાને નુકશાન પહોંચ્યું છે એ હકીકત છે. ઉંભરાટ દરિયા કાંઠે આવેલો હોવાથી ભરતી સમયે સતત ગ્રામવાસીઓ ભયમાં જીવે છે. ઉંભરાટના કાંઠા ઉપર પણ પ્રોટેક્શન વોલ બનાવાય તે જરૂરી છે અને તે માટે અગાઉ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જરૂર પડયે ઉચ્ચકક્ષાએ પણ લેખિત રજૂઆત કરી સંરક્ષણ દિવાલ માટે જરૂરી કાર્યવાહી કરાશે.’ નિલેશ પટેલ, સરપંચ ઉભરાટ