ચીખલી: કવોરી ઉદ્યોગને સુવિધા અપાતી નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્વાયરમેન્ટ સેમિનારમાં કવોરી ઉદ્યોગની સમસ્યાઓ જણાવાઈ
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ ચીખલી તાલુકા કવોરી ઉદ્યોગ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા ચીખલી ખાતે એન્વાયરમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કવોરી ઉદ્યોગના વિકાસની સાથે પર્યાવરણીય સંતુલન જરૂરી હોવાનું જણાવી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા જણાવ્યું હતું.
એન્વાયરમેન્ટ સેમિનારમાં કવોરી ઓનર્સ એસો.ના પ્રમુખ સલીમભાઈ પટેલ, મંત્રી શૈલેન્દ્રસિંહ રાજપુત, દેવજીભાઈ ગોંડલીયા તથા મોટી સંખ્યામાં કવોરી સંચાલકો હાજર રહ્યા હતા. ગુજરાત કવોરી ઓનર્સ એસો.ના ઉપપ્રમુખ અને નવસારી જિલ્લા કવોરી ઓનર્સ એસો. પ્રમુખ સલીમભાઈ પટેલે જણાવ્યું કે આખા ગુજરાતને ચીખલી કવોરી ઉદ્યોગે નવી રાહ ચીંધી બતાવી છે. કવોરી ઉદ્યોગને લગતા કાયદા નિયમોનું પાલનની શરૂઆત ચીખલીથી થાય છે. કવોરીની એરપોલ્યુશનથી કોઈ રોગ થતા નથી.રોજગારીની અનેક તકો કવોરી ઉદ્યોગ દ્વારા ઉભી થઇ છે.
ચીખલી કવોરી ઉદ્યોગથી દક્ષિણ ગુજરાતના માર્ગ, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિ‌તનો વિકાસ થયો છે છતાં કવોરી વિસ્તારમાં માળખાગત સુવિધા સરકાર તરફથી મળતી નથી એ પણ એક સનાતન સત્ય છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરના પર્યાવરણ ઈજનેર અને નવસારીના યુનિટ હેડ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગની મુશ્કેલી સાંભળી ઉદ્યોગ મૃત:પ્રાય ન થાય તે દિશામાં કામગીરી કરી રહ્યું છે.
ઉદ્યોગોમાં પ્રદુષણ કંટ્રોલની ગાઈડલાઈન મુજબ લોકેશન ફાઈટેરીયા મુજબ કામ થાય અને ડસ્ટ નાબુદી માટે પર્યાવરણની જાળવણી સાથે પ્લાન્ટેશન થાય તો પ્રદુષણની માત્રામાં ઘટાડો સાથે પર્યાવરણનો વારસો જાળવવા તમામ કવોરીઓ એન્વાયરમેન્ટ સર્ટિ‌ફિકેટ મેળવી લે તેવી અપીલ સાથે લિગલ પરમિશનની ગાઈડલાઈન આપી હતી. કવોરી ઉદ્યોગ દ્વારા તેમના પ્લાન્ટોમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામા આવે એ બાબત ઉપર ભાર મુકાયો આવ્યો હતો.