• Gujarati News
  • Chief Minister Housing Scheme Hoardings Latest News Navsari

નવસારી શહેરમાં ગેરમાર્ગે દોરતા મુખ્યમંત્રી ગૃહ યોજનાના હોર્ડિંગ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( પહેલા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર હતી )

નવસારી શહેરમાં ગેરમાર્ગે દોરતા મુખ્યમંત્રી ગૃહ યોજનાના હોર્ડિંગ્સ
શહેરમાં લાગેલા બોર્ડ પર અરજી સ્વીકારવાની તારીખ અલગ અલગ બતાવાઇ
લોકોને રાહતદરનું ઘર મળે તે માટે મુખ્યમંત્રી ગૃહ યોજના

નવસારી: નવસારી પંથકમાં મુખ્યમંત્રી ગૃહ યોજનાના હોર્ડિંગ્સ કેટલીક જગ્યાએ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગૃહ યોજના માટે અરજીપત્રકો સ્વીકારવાની મુદત અલગ અલગ બતાવાઈ રહી છે. નવસારી શહેરમાં ધર્મિનનગર નજીક પારસી હોસ્પિટલ સામેના રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની મોટી ખુલ્લી જગ્યા વરસોથી પડતર હાલતમાં છે. રાજ્ય સરકારે રાજ્યભરમાં આવેલ હાઉસિંગ બોર્ડની જગ્યામાં લોકોને રાહતદરનું ઘર મળે તે માટે મુખ્યમંત્રી ગૃહ યોજના નામે ગૃહ યોજના અમલી બનાવી હતી. પ્રથમ તબક્કામાં તો નવસારીને યોજનામાં લેવાયું ન હતું પરંતુ બીજા તબક્કામાં નવસારીમાં આવેલ હાઉસિંગ બોર્ડની જમીન ઉપર ગૃહ યોજના કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તા. 27 સ5ટેમ્બર 14થી આ વાજબી આવાસની યોજના માટે અરજીપત્રકો મેળવી ભરવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં 3 નવેમ્બર 14 સુધી પત્રો સ્વીકારવાની મુદત ઠરાવાઈ હતી. જે અંગેના જાહેરાતના મોટા હોર્ડિંગ્સો પણ નવસારી પંથકમાં કેટલીક જગ્યાએ લગાવવામાં આવ્યા હતા. જોકે મળતી માહિતી મુજબ પાછળથી સરકારે અરજીપત્રક સ્વીકારવાની મુદત વધારી તા. 29 નવેમ્બર 14 કરવામાં આવી હતી. મુદત વધાર્યા બાદ તુરંત નવસારીમાં જાહેરાતના હોર્ડિગ્સમાં પત્રકો સ્વીકારવાની તારીખમાં સુધારો કરાયો ન હતો. ઘણાં હોર્ડિંગ્સમાં પાછળથી તારીખ બદલાઈ હતી.

જોકે એકલ-દોકલ હોર્ડિંગ્સમાં પત્રકો સ્વીકારવાની તારીખ બદલાઈ નથી અને હજુ તા. 3 નવેબ્મર 14 સુધી જ પત્રકો સ્વીકારવાનું દર્શાવાઈ રહ્યું છે. જેને લઈ લોકો ગેરમાર્ગે દોરાય એવી શક્યતા છે.અરજીપત્રક મોકલવું કે નહીં ω નવસારીમાં કાલીયાવાડીમાં આવેલી જિલ્લાની મુખ્ય સરકારી કચેરી એવી જિલ્લા સેવાસદન સામેની જગ્યાના એક હોર્ડિંગ્સમાં તા. 3 નવેમ્બર 14 પત્રકો સ્વીકારવાની હજુ બતાવાય છે ત્યારે ઉકત હોર્ડિંગ્સની થોડે જ દૂરના એક હોર્ડિંગ્સમાં તા. 29 નવેમ્બર 14 બતાવાય છે. આ મુખ્યમંત્રી ગૃહ યોજનાના હોર્ડિંગ્સ કોણે લગાવ્યા એ જાણી શકાયું નથી.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..