જિલ્લામાં જલારામ જયંતીની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જલારામ જયંતીના રોજ મંદિરમાં ભંડારાનું આયોજન, કેટલીક જગ્યારે રક્દાન કેમ્પનું પણ આયોજન
નવસારીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ કાલીયાવાડી જલારામ મંદિર ખાતે લાખો વ્યક્તિઓએ જલારામબાપાના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા હતા. ભક્તોને જલારામબાપાના દર્શનાર્થે કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરાયું હતું. વહેલી સવારથી મોડી સાંજ સુધી જલારામબાપાના ભક્તો દર્શનાર્થે મંદિરે આવાગમન કરતા રહ્યા હતા.
સવારે, બપોરે, સાંજે બાપાની આરતીનો પણ હજારો ભક્તોએ લાભ લીધો હતો. કાલીયાવાડી મંદિરમાં જલારામબાપાના ભક્તો પૈકી ૨પ હજાર જેટલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. એજ રીતે વિજલપોરમાં શિવાજી ચોક નજીક આવેલ જલારામ મંદિરે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા ભગવાનના મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓએ જલારામબાપાની પુજા અર્ચના કરી હતી.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....