બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા CCTVનો ઉપયોગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી કે ગેરરીતિ અટકાવવા માટે એમ.એન. વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષા ઉપર સંપૂર્ણ રીતે ધ્યાન રાખવા માટે કલાસમાં સીસીટીવી કેમેરા ગોઠવી પરીક્ષાનું મોનિટરિંગ થયું હતું. જેના કારણે પગલે પરીક્ષામાં ચોરી કે ગેરરીતિનો એકપણ કિસ્સો નોંધાયો ન હતો.

ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી કે ગેરરીતિ અટકાવવા માટે સ્થાનિક સ્કવોડ તથા બોર્ડ દ્વારા સ્કવોડ મુકીને તપાસ કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે પરીક્ષામાં ચોરી કે ગેરરીતિનો કિસ્સો નોંધાયો ન હતો પરંતુ આ પરીક્ષામાં આવી પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ અળગા રહે તે માટે એમ.એન. વિદ્યાલય ખડસુપા બોડિગ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરાયો છે.

પરીક્ષા ખંડોને સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા હતા, જેના કારણે સ્થળ નિરીક્ષક ઓફિસમાં એક જ જગ્યાએ બેસીને પણ કયો વિદ્યાર્થી ચોરી કે કલાસમાં હાજર ખંડ નિરીક્ષક પરીક્ષામાં ધ્યાન આપે છે કે કેમ તેના ઉપર નજર રખાઈ હતી. આ બાબતથી પરીક્ષા આપનાર વિદ્યાર્થી તથા વર્ગમંડળના શિક્ષકો પણ માહિ‌તગાર હોવાથી ચોરી કે ગેરરીતિનો અવકાશ જ રહ્યો ન હતો.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...