સાદકપોરમાં દીપડો પાંજરે પુરાયો, લોકો ઉમટી પડ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચીકુની વાડીમાં પાંજરે પૂરાયેલા દીપડાનો કબજો મેળવતું વન ખાતું
ચીખલી તાલુકાના સાદકપોરમાં ચીકુની વાડીમાં દીપડો પાંજરે પુરાતા વનવિભાગે કબજો લઈ સારવારની તજવીજ હાથ ધરી હતી. સાદકપોરના ગોલવાડમાં દીપડાની ફરિયાદ મળતા ચીખલી રેંજના સ્ટાફ દ્વારા થોડા દિવસ પૂર્વે જબારભાઈ સતારભાઈ મેમણ (રહે. બીલીમોરા)ના મરઘાંના ફાર્મ નજીક આવેલા ચીકુવાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે ત્રણ વર્ષથી વધુ ઉંમરનો દીપડો પાંજરે પુરાયો હતો. આ પાંજરે પૂરાયેલા દીપડાને જોવા લોકો મોટીસંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ અંગેની જાણ થતા ચીખલી રેંજના ફોરેસ્ટર ભૂમિકા પટેલ સહિ‌તના સ્ટાફે દીપડાનો કબજો લઈ એંધલ ફાર્મમાં વેટરનરી તબીબ પાસે સારવારની તજવીજ હાથ ધરી હતી. ગત વર્ષે પણ આ સિઝનમાં આજ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોમાં રાહત ફેલાઈ હતી.