ચીખલીના તલાવચોરાથી ૪.૪૪ લાખનો અનાજનો જથ્થો ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાર્યવાહી : ચીખલી-અટગામ રોડ પર આવેલી રાઈસમિલમાં ચીખલી મામલતદારે છાપો મારતા ગેરકાયદે જથ્થો પકડાયો

ચીખલી મામલતદાર દ્વારા તલાવચોરા ગામમાં આવેલી રાઈસ મિલમાં છાપો મારી ગેરરીતિ જણાતા ઘઉં-ચોખાનો રૂ.૪,૪૪,૩૪પનો જ્થ્થો અને એક ટ્રક મળી કુલ રૂ.૭,૪૪,૩૪૬ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે પણ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ત્રણ જેટલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૬/૩/૧૩ના રોજ પ્રાંતઅધિકારીની સૂચનાનુસાર ચીખલી-અટગામ માર્ગ પર તલાવચોરા ગામની સીમમાં આવેલી રાઈસ મિલમાં મામલતદાર કચેરીના સ્ટાફે છાપો મારી ચકાસણી હાથ ધરી હતી. તપાસ કરતા હિ‌સાબી રેકર્ડ સ્ટોક, વેચાણ બિલ બુક વગેરે ન મળવા સાથે અનાજના કટ્ટા પર હરિયાણા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તથા હરિયાણા વેર હાઉસ કોર્પોરેશનના માર્કા જણાઈ આવ્યા હતા.