વાંસદા-ચીખલી માર્ગ પર કાર-બાઇક અથડાતા યુવાનનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇક પર સવાર ત્રણ પૈકી એકનું મોત, જ્યારે બે યુવાનની હાલત ગંભીર
વાંસદા-ચીખલી માર્ગ પર આવેલ મોટીવાલઝર ગામની હદમાં બુધવારની રાત્રે ઈન્ડિકા કાર અને બાઈક વચ્ચે સર્જા‍યેલા ગોઝારા અકસ્માતમાં બાઈક સવાર ત્રણ પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને બેની હાલત ગંભીર થવાથી સારવાર હેઠળ છે.
આ અકસ્માત અંગે વાંસદા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ વાંસદા - ચીખલી માર્ગ પર મોટીવાલઝર ગામની હદમાં જામનફળિયામાં બુધવારે રાત્રે નાસિકથી ભૂજ જઈ રહેલી ઈન્ડિકા કાર નં.એમએચ-૧પ-બીડી-૮૦૬૧ અને હિ‌રોહોન્ડા બાઈક નં.જીજે-૨૧-એસી-પ૯૦૮ વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં બાઈક સવાર ત્રણ પૈકી સરજીત ધનસુખભાઈ પટેલ (ઉ.વ.૧૮) રહે.સારવણી, તા.ચીખલીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બે બાઈક સવારને ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બયુલન્સ મારફતે વાંસદા કોટેજ હોસ્પિટલમાં લાવ્યા હતા. અકસ્માતમાં બાઈક અને ઈન્ડિકા કારના ફૂડચા ઉડી ગયા હતા.
આ અકસ્માત સર્જા‍તા ઈન્ડિકા કાર ચાલક સ્થળ પરથી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. કારચાલક ભગવાનભાઈ ધનજીભાઈ પટેલ રહે.પંચવટી ગોદાવરી કોમ્પલેક્સ નાસિક ગુરુવારે વાંસદા પોલીસ મથકમાં જાતે હાજર થઈ ગયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે મરનારના મામાનો છોકરો જયંતિભાઈ રામભાઈ પટેલ રહે.ઉપસળ, ડુંગરી ફળિયું, તા.વાંસદાએ ગુનો નોંધાવ્યો હતો. આ બનાવની આગળની વધુ તપાસ વાંસદા પોલીસે હાથ ધરી હતી.