તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારા: આહવા-વઘઈ રોડ પર વાહનોએ ખાધી સ્લીપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આહવા-વઘઈ માર્ગ ઉપર કાદવના કારણે વાહનો સ્લીપ
- જુવારની ગાસડી ભરેલી પીકઅપવાન પલટી મારી ગઇ,ઉપરાંત અનેક બાઇસવાર પણ સ્લીપ થયા


આહવા-વઘઈ રાજ્ય ધોરી માર્ગ પર બે જુદા જુદા અકસ્માત થયા હતા. આહવા-વઘઈ માર્ગ સ્થિત નડગખાડી ગામે ખેડૂતો દ્વારા ખેતરમાં ટ્રેકટર દ્વારા ખેડ કર્યા બાદ મુખ્ય માર્ગ પર ટ્રેકટરમાંથી ઉડેલો કાદવ પરથી અનેક વાહનો સ્લીપ થયાના બનાવો બન્યા હતા. આહવા-વઘઈ માર્ગ પરના નડગખાડી ગામના મુખ્ય માર્ગ પર ટ્રેકટર દ્વારા વેરણ-છેરણ થયેલા કાદવ પર અનેક બાઈકસવારો સ્લીપ થયા હતા.

સાથે સાથે નડગખાડી ગામ પાસેના માર્ગ પર પડેલા કાદવ પરથી વઘઈ-આહવા તરફ જતી જીજે-૧પ-બીબી-૦પ૨૯ નંબરની જીપ લપસી જતા માર્ગની સાઈડે પલટી મારી ગઈ હતી. જેના ચાલકને નજીવી ઈજા પહોંચી હતી.

જ્યારે અન્ય એક ઘટનામાં ચિકટીયા-ધૂળચોંડ વચ્ચેના તીવ્રવળાંક પર પીકઅપવાન નં.પીબી-૦૨-બીએસ-૯પ૮૧ જે વઘઈથી આહવા તરફ જુવારની ગાંસડીઓ ભરી જઈ રહી હતી ત્યારે વળાંક પર કાદવ પર વ્હિલ સ્લીપ થઈ જતા ચાલકે કાબુ ગુમાવી દેતા પીકઅપવાન માર્ગની સાઈડે પલટી મારી ગઈ હતી.