નવસારીનો ઓડિટોરીયમ પ્રોજેક્ટ મુશ્કેલીમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવસારીનો ઓડિટોરીયમ પ્રોજેક્ટ મુશ્કેલીમાં
- ગ્રાંટની ઉપલબ્ધતા સામે ખર્ચનો એસ્ટીમેટ અનેકગણો આવતા નવસારી નગરપાલિકા વિમાસણમાં મુકાઇ
- ૨.૮૧ કરોડ રૂપિયાની ગ્રાંટ સામે ૯ કરોડથી વધુનો એસ્ટીમેટ આવ્યો,હવે વધુ નાણાં માટેની તજવી હાથ ધરાશે


નવસારીના મહત્વાકાંક્ષી અદ્યતન ઓડિટોરીયમ પ્રોજેક્ટમાં નાણાંની ઉપલબ્ધતા સામે ખર્ચનો એસ્ટિમેટ અનેકગણો વધારે આવતા પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

નવસારી શહેરમાં દૂધિયા તળાવ નજીક શાકભાજી માર્કેટ પાસે નગરપાલિકા હસ્તકનો ટાઉનહોલ છે. ભૂતકાળમાં કેટલાક વરસો અગાઉ રંગવિહાર ધમધમતો રહેતો હતો અને અનેક કાર્યક્રમો, શો યોજાતા રહેતા હતા. જોકે છેલ્લા ઘણાં સમયથી રંગવિહાર બિસ્માર, જર્જરિત થઈ ગયો છે.

અહીં કાર્યક્રમો યોજાતા બંધ થઈ ગયા છે. પાલિકા આ રંગવિહારનો એક રીતે ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહી છે. નવસારી પાલિકાએ આ જર્જરિત રંગવિહારનું મરામત કરાવાની જગ્યાએ જૂના રંગવિહારને તોડી નવો અદ્યતન ઓડિટોરીયમ બનાવવાનો નિર્ણય લીધો હતો. અગાઉ પાલિકાએ ઓડિટોરીયમ બનાવવાનો સૌધ્ધાંતિક નિર્ણય લેવાનો ઠરાવ કર્યા બાદ ખર્ચનો એસ્ટીમેટ કઢાવ્યો હતો.