વાલોડ એપીએમસીની દુકાન ફાળવણીમાં ભેદભાવની નીતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાલોડ એપીએમસીની દુકાન ફાળવણીમાં ભેદભાવની નીતિ
- ઉપસરપંચ દ્વારા રજિસ્ટ્રાર અને જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆત


વાલોડની એપીએસમી માર્કેટ ખાતે બનાવેલી નવી દુકાનો અને ગોડાઉનની ફાળવણી બાબતે ભેદભાવ રાખવાના આક્ષેપ સાથે વાલોડના ડેપ્યુટી સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટર અને તાપી જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી હતી અને તાકીદે ન્યાય મેળવવાની માગ કરી હતી. જો તેમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિધ્યા માર્ગેની ચીમકી આપતાં વહીવટી તંત્ર દ્વારા દોડધામ મચી છે.

આ અંગે મળતી માહિ‌તી અનુસાર વાલોડ નગર ખાતે આવેલી એપીએમસી માર્કેટ હાલ કુલ ૩૩ નવી દુકાનો બનાવવામાં આવી છે. આ દુકાનો નિયમ પ્રમાણે હરાજી કરાવી આપવાની હતી. જો દુકાનો અને ગોડાઉનો હરાજીમાં ભેદભાવ રાખતા ગતરોજ સરપંચ ધવલ શાહે તાપી જિલ્લા કલેક્ટર મઅને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી હતી.

તાપી જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું કે વાલોડ એપીએમસી દ્વારા નવનિર્મિ‌ત બનાવેલી કુલ ૩૩ દુકાનોને હરાજીથી ફાળવવાને બદલે ૨ દુકાનોની હરાજી કરી ફાળવણી કરી હતી. બાકીની દુકાનોના હરાજી વગર ફાળવાઈ હતી. જ્યારે ૧૧ નવા ગોડાઉનો પૈકી માત્ર પાંચ ગોડાઉનની હરાજી કરાઈ હતી.

બાકીના છ ગોડાઉન હરાજી વગર અપાયા હોવાની રજૂઆત કરી તાકીદે આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય મળે એવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જો ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.આ ચીમકી આપતાં તાપી જિલ્લા વહીવટી તંત્રમાં ભારે દોડધામ
મચી છે.

ખુલાસો માગ્યો છે
વાલોડ એપીએમસી માર્કેટના દુકાનો અને ગોડાુનના હરાજી વગર અપાયાની ફરિયાદ મળી છે. આ અંગે એપીએમસી પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે.એલ.કે. ખાંટ, જિલ્લા રજિસ્ટ્રાર, તાપી