• Gujarati News
  • After The Incident Of Rope way, Checking In Hotels And Entertainment Units

રોપ-વેની ઘટના બાદ હોટલ, મનોરંજન એકમોમાં ચેકિંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્થાનિક તંત્રએ ત્રણ ટીમ બનાવી ખાનગી બંગલામાં અને હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ

ગિરિમથક સાપુતારા ખાતે રોપ-વેમાં થયેલા અકસ્માત બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવતા ગુરુવારના રોજ પ્રાંતઓફિસર સહિ‌ત ડેપ્યુટી કલેક્ટરની ત્રણ ટીમો દ્વારા સાપુતારાની સરકારી ખાનગી હોટલો સહિ‌ત મનોરંજન એકમો, નૌકાવિહાર વગેરેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

સાપુતારા ખાતે આવેલા સરકારી, ખાનગી ગેસ્ટહાઉસોમાં સરકારના નીતિ નિયમોનો અમલ થાય છે કેમ તેમજ પ્રવાસીઓની સલામતી માટે સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ આરંભી હતી. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી એલ.એમ.ડીંડોરની અધ્યક્ષતામાં કે.એમ. પરમાર નાયબ મામલતદાર તથા જે.એલ.પટેલની ટીમ બનાવી તેમને આઠ હોટલોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યારે બીજી ટીમમાં મામલતદાર મગનભાઈ પ્રજાપતિ, આર.કે.માળવીસ, નાયબ મામલતદાર તથા એન.બી.ચૌધરી ના.મામલતદારને સાત જેટલી હોટલ અને ખાનગી બંગલાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યારે ત્રીજી ટીમના મામલતદાર એન.એચ. રાયપુરા, નાયબ મામલતદાર આર.જે.પંચાલ, ના.મા. વિનોદ ભોયેએ નવ જેટલી હોટલો અને ખાનગી બંગલાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું.

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા ચેકિંગ અભિયાનમાં હોટલોમાં અકસ્માત સમયે પ્રવાસીઓની પુરતી સુરક્ષાના સાધનો, ફાયર સેફ્ટી, ફસ્ર્ટએઈડ બોક્સ તથા હોટલ લાયસન્સ રિન્યુ કર્યું વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત નૌકાવિહારમાં દરેક પ્રવાસીઓ માટે લાઈફ જેકેટ, વીમો, રેસક્યુ સમયે નિષ્ણાંત તરવૈયો છે કે કેમ તેની તપાસ કરી હતી. જિલ્લા કલેક્ટર તરીકે ઘનશ્યામભાઈ આર. ચૌધરીએ પદભાર સંભાળ્યા બાદ સાપુતારામાં આવનાર પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તથા મુસાફરો સારી છાપ લઈને જાય તે હેતુથી ત્રણ ટીમો દ્વારા હોટલો સહિ‌ત એમ્યુઝમેન્ટ પાર્ક, નૌકાવિહારનું ચેકિંગ હાથ ધરાયું હતું.